Vayudev Temple Ahmedabad : અમદાવાદના પાલડી-નારાયણનગર વિસ્તારમાં આવેલું વાયુદેવ મંદિર(Vayudev Temple Ahmedabad) વાયુદેવનું વર્ષો જૂનું અને ઐતિહાસિક મંદિર છે. દશાવાડા વણિક જ્ઞાતિ સમાજ દ્વારા સ્થાપિત આ મંદિર વિશે હજુ પણ ઘણાં લોકોને પૂરતી માહિતી નથી.
વાયુદેવ સમગ્ર વાયડા જ્ઞાતિના કુલદેવતા (Clan Deity) તરીકે પૂજાય છે. તેઓ વાયવ્ય દિશાના દેવ (North-West Direction God) અને દિક્પાલ (Guardian of Direction) માનવામાં આવે છે.
પુરાણોમાં વાયુદેવનો ઉલ્લેખ | Vayu Dev in Puranas
વાયુદેવની ઉત્પત્તિ વિશે વાયુપુરાણ (Vayu
Purana ), શ્રીમદ ભાગવત પુરાણ (Bhagavata
Purana) અને મત્સ્ય પુરાણ (Matsya
Purana) માં ઉલ્લેખ જોવા મળે છે.
વાયુપુરાણ મુજબ ભાદરવા સુદ 6ના દિવસે વિશ્વકર્મા (Vishwakarma) એ વાયુદેવને સ્નાન કરાવી વૈષ્ણવોને અર્પણ કર્યા હતા. આથી આ તિથિ સંસ્નાપિની (Sansnapini Tithi) તરીકે ઓળખાય છે.
તે પછી સાત મહિના બાદ ચૈત્ર સુદ 6ના દિવસે તેમને પારણામાં પધરાવવામાં આવ્યા હતા. આ તિથિ વિદોળી (Vidoli Festival Day) તરીકે પ્રસિદ્ધ બની.
આ રીતે વાયુદેવના જન્મ સંબંધિત બે મુખ્ય તિથિઓ વાયુદેવ જન્મ તિથિ (Vayu Dev Birth Tithi) તરીકે માનવામાં આવે છે.
મંદિરનો રસપ્રદ ઈતિહાસ | Temple History
આ મંદિર પહેલા ટોકરશાની પોલ, રાયખડ વિસ્તારમાં આવેલું હતું. જો સમયગાળો જોવામાં આવે તો આ મંદિર લગભગ ૨૦૦ વર્ષ જૂનું માનવામાં આવે છે. સમય સાથે શહેરના વિસ્તરણને કારણે મંદિરને શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખસેડવામાં આવ્યું. ૨૦ ફેબ્રુઆરી 1995ના રોજ અહીં પ્રાણ પ્રતિષ્ઠા (Pran Pratishtha) કરવામાં આવી હતી.
હનુમાનજી અને વાયુદેવનો સંબંધ | relation between hanuman and vayu dev
વાયુદેવને હનુમાનજી(Hanuman) ના પિતા તરીકે ઓળખવામાં આવે છે, તેથી જ હનુમાનજીને ઘણી વખત પવનપુત્ર (Pavanputra) તરીકે ઓળખવામાં આવે છે. તે જ રીતે મહાભારતમાં ભીમ (Bhima) પણ વાયુદેવના પુત્ર તરીકે માનવામાં આવે છે.
અમદાવાદના કેમ્પ હનુમાન મંદિર(Camp Hanuman Temple) ખાતે હનુમાન જયંતિ (Hanuman Jayanti Festival) પહેલા નીકળતી શોભાયાત્રા અહીં વાયુદેવ મંદિરે પણ પહોંચે છે. ભક્તોને એવું લાગે છે કે જાણે હનુમાનજી પોતાના પિતાના દર્શન કરવા આવ્યા હોય.
મંદિરમાં સ્થાપિત દેવતાઓ | Deities
in the Temple
મંદિરના ત્રણ ગર્ભગૃહ (Sanctum / Garbhagriha) છે. મધ્ય ગર્ભગૃહમાં વાયુદેવ બિરાજમાન છે. તેમની સાથે નીચેના દેવતાઓ સ્થાપિત છે.
- રણછોડજી
(Ranchhodji)
- દામોદરલાલજી (Damodarlalji)
- ચંદ્ર દેવ (Chandra
Dev)
- દિતિ માતા (Diti Mata – Mother of
Daityas)
- અદિતિ માતા (Aditi Mata – Mother of
Devas)
- મહિષાસુર મર્દિની (Mahishasura
Mardini)
જમણી બાજુ વાયડ માતા (Vayad Mata Wife of Vayu Dev) અને અંબા માતા(Amba Mata) બિરાજમાન છે. જ્યારે ડાબી બાજુ ભગવાન શિવ (Shiva) બિરાજે છે. મંદિરના બહારના ભાગમાં હનુમાનજી(Hanuman) અને ગણેશજી (Ganesha) ના દર્શન પણ થાય છે.
ગુજરાતમાં વાયુદેવના અન્ય મંદિરો |Vayu Dev Temples in Gujarat
ગુજરાતમાં અમદાવાદ સિવાય પણ કેટલાક સ્થળોએ વાયુદેવના મંદિરો આવેલાં છે:
પરંતુ અમદાવાદનું આ મંદિર ભક્તો માટે ખાસ આસ્થા કેન્દ્ર (Spiritual Faith Center) બની ગયું છે.
