Gita Mandir Ahmedabad Gujarat : અમદાવાદમાં આવેલ ગીતા મંદિર શહેરનું ખૂબ જ પ્રચલિત સ્થળ છે..પરંતુ ખૂબ ઓછા લોકોને ખ્યાલ હશે કે આ વિસ્તારનું નામ ગીતા મંદિર કેમ પડ્યું. જી હા આ જે મંદિર જોઈ રહ્યા છો તે અદભૂત સ્થાનના કારણે જ આ વિસ્તારનું નામ છે ગીતા મંદિર..મંદિરની સ્થાપના વિદ્યાનંદજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.
વિદ્યાનંદજી મહારાજ દરરોજ ગીતાનું અધ્યયન કરતા અને એક દિવસ ધ્યાનમગ્ન હતા ત્યારે તેમને વિચાર આવ્યો કે પવિત્ર ભગવદ ગીતા નું એક મંદિર સ્થાપવું જોઈએ..અને આ વિચારને અમલમાં મૂકતા તેમણે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું અને અહીં ગીતા સ્વરૂપે માતા ગીતાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.
Geeta Mandir History | ગીતા મંદિરનો ઈતિહાસ
મંદિરની સ્થાપના વર્ષ 1940માં થઈ હતી. ત્યારબાદ માતાજીની પ્રતિમા સ્થાપાઈ હતી..એક સમયે અમદાવાદના ગીતા મંદિરમાં માલધારીઓ ગોકુળ આઠમનો મેળો ભરતા હતા. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી જગ્યા અને ભીડને કારણે સોલા ભાગવતમાં તેને ખસેડવામાં આવ્યો છે.
એ સમયે અમદાવાદના ગીતા મંદિરમાં રબારી સમાજના લોકો ગોકુળ આઠમના દિવસે વિવિધ પ્રકારની વિધિઓ અને તેમના આગવા નૃત્યો કરતા હતા. જોકે આજે ગુજરાતમાં સૌથી વધારે ભાગવદ ગીતા ગ્રંથનું વેચાણ પણ અમદાવાદ ગીતા મંદિરથી થાય છે. આવો મંદિરના પુજારી પાસેથી જાણીએ તેનો અનોખો ઈતિહાસ.
Geeta Jayanti Celebration | ગીતા જયંતિ ઉજવણી
મંદિરનો ભવ્ય નજારો જોતા દેખાય છે કે અહીં અઢાર અધ્યાયની તકતીઓ પણ મૂકાઈ છે..ધાર્મિક પ્રસંગોએ આ મંદિરમાં ભક્તિ સંમેલન, ગરબા અને ભજનનું પણ આયોજન થાય છે..ખાસ કરીને ગીતા જયંતિના દિવસે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ઉપરાંત દશેરા અને દિવાળી જેવા પર્વોમાં અહીં હોમ-હવન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન થાય છે..જેમાં હજારો ભક્તો દર્શનનો લ્હાવો લેવા ઉમટી પડે છે.
Gaushala And Charity Hospital | ગૌશાળા અને સેવા કાર્ય
ગીતામાતાના મંદિર પરિસરમાં ગૌશાળા પણ જોવા મળે છે..જેમાં ગાયોનું સંવર્ધન કરવામાં આવે છે. સાથે જ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ચિકિત્સાલય પણ ચલાવવામાં આવી રહ્યું છે. જેનો ગરીબ ભક્તો લાભ લઈ શકે છે. માતાના ચરણે આવતા ભાવિકો પોતાની તમામ મનોકામનાઓ માતાજી પૂર્ણ કરતા હોવાની શ્રદ્ધા ધરાવે છે. અહીંના સ્થાનિકો તો માતાજીના દર્શન કર્યા બાદ જ પોતાના દિવસની શરૂઆત કરે છે.
Bhagavad Gita Temple In India | ભારતના ગીતા મંદિરો
ભગવાન કૃષ્ણના મુખમાંથી અવતરણ પામેલી ભગવદ ગીતા ના ભારતમાં કુલ ૧૨ ગીતા મંદિરો છે. જેમાંથી ચાર મંદિરો ગુજરાતમાં આવેલા છે.
- નર્મદા કિનારે કરનાળી ખાતે
- અમદાવાદ
- વડોદરા
- કડી
આ ઉપરાંત ભારતમાં કલકત્તા, નાગપુર, હરિદ્વાર, વારાણસી, બદ્રીનાથ, પૂના, ગોંદિયા, દિબ્રુગઢ (આસામ)માં ગીતા મંદિરો આવેલા છે અને એક ગીતા મંદિર અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલું છે.
આમ કુલ ૧૩ ગીતા મંદિરો આવેલા છે. આ ગીતા મંદિરોનાં શ્રીમદ ભગવદ ગીતા ના ૧૮ અધ્યાયમાં સમાવેલા કુલ ૭૦૦ શ્લોકોને રાખવામાં આવ્યા છે. જ્યાં લોકો જઈને ગીતા વાંચી શકે છે.