![]() |
| Unjha Umiya Mata Mandir |
Unjha Umiya Mata Mandir : પરમ કલ્યાણી મા ઉમિયાને પાર્વતીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેલી કથાનુસાર, સૃષ્ટિની રચના કરવા માટે શિવત્વથી પ્રગટ થાય છે સતી. સતીએ દક્ષ પ્રજાપતિના ઘરમાં જન્મ લીધો. તેઓ શિવ જોડે વિવાહ કરવા માંગે છે પરંતુ દક્ષ પ્રજાપતિને કૈલાસ પર રહેતા યોગી શિવને જમાઈ તરીકે સ્વીકારવા પસંદ નથી. છતાં પોતાની પુત્રીની ખુશી માટે તેઓ શિવ અને સતીના વિવાહ કરાવે છે.
એક દિવસ દક્ષ પ્રજાપતિ મહત્વના યજ્ઞનું આયોજન કરે છે. તેમાં તમામ દેવીદેવતાઓને આમંત્રણ આપે છે પરંતુ શિવને આમંત્રણ નથી આપતા. આથી સતી ક્રોધિત થઈ યજ્ઞવેદીમાં અગ્નિસ્નાન કરે છે. આ જોઈને હતાશ શિવ સતીના નિશ્ચેતન દેહને લઈ સંસારમાં ભ્રમણ કરવા લાગે છે. આખરે સંસારની રક્ષા કાજે શ્રી હરિ વિષ્ણુ પોતાના સુદર્શન ચક્રથી સતીના નિશ્ચેતન દેહના અનેક ટુકડા કરી દે છે. સતીના પવિત્ર મૃતદેહના ટુકડા જે સ્થાન પર પડે છે તે શક્તિપીઠ તરીકે ઓળખાવા લાગ્યા.
મા ઉમિયાના પ્રાગટ્યની કથા | Birth Of Umiya Mata
માતા ઉમિયાના પ્રાગટ્યની કથા વિશે કહેવાય છે કે સતીએ બીજા જન્મમાં પણ શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સતીના મૃત્યુ બાદ શિવ વૈરાગી બની જાય છે. તે સમયે સંસારમાં તાડકાસુરનો આતંક ઘણો વધી ગયો હોય છે, કારણ કે તાડકાસુરે બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું હતું કે તેનો વધ માત્ર શિવના પુત્રના હસ્તે જ થાય.
સતીના મૃત્યુ બાદ વૈરાગી શિવને હતાશ જોતા તેણે પોતાના અત્યાચાર વધારી દીધા. તેથી સંસારના તમામ જીવોની રક્ષા માટે દેવગણ મહાદેવને બીજા વિવાહ કરવા માટે પ્રાર્થના કરે છે. સતીએ હિમાલય અને મૈનાના પરિવારમાં પાર્વતીના રૂપે ફરી જન્મ લીધો. તેની શિવભક્તિથી પ્રસન્ન થઈ મહાદેવ અને પાર્વતીના વિવાહ થાય છે. તેમના પુત્ર કાર્તિકેય દ્વારા તાડકાસુરનો વધ થયો.
52 શક્તિપીઠ અને ઉમાપુર સ્થાપના |
Umiya Mata Temple History
બીજી એક પૌરાણિક કથા મુજબ ભગવાન શિવ રાક્ષસને મારવા ઉમા સાથે ગયા હતા. સરસ્વતીના કિનારે તેમણે મા ઉમાને ઉતાર્યા. ત્યાં ઉમાએ માટીના 52 પૂતળા બનાવ્યા. ભગવાન શિવે ત્યાં પહોંચીને આ 52 પૂતળામાં જીવ નાખ્યો. જે 52 શાખાઓના આદિપુરુષ કહેવાયા અને તેમને સુખ તથા સમૃદ્ધિના આશીર્વાદ આપ્યા.
ભગવાન શિવે ઉમાપુરમાં ઉમાની સ્થાપના કરી. અખંડ રૂપમાં મા ઉમિયાના શરીરના ભાગોમાંથી 52
શક્તિપીઠ બન્યા, જ્યારે ઉંઝામાં બીજા અવતારની સ્થાપના કરવામાં આવી જે તેમનું અખંડ સ્વરૂપ માનવામાં આવે છે. આજે ઉંઝા ઉમિયા માતા મંદિર(Unjha Umiya Mata Mandir) સમગ્ર ગુજરાતમાં આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે અને ઉમિયા માતા મંદિર (Umiya
Mata Temple) તરીકે વિશ્વભરમાં જાણીતું છે.
સીતાજી અને મા ઉમિયા | Devotion Story
એક લોકવાયકા અનુસાર લવ-કુશની માતા સિતાજી મા ઉમિયા ગૌરીનું પૂજન કરતા હતા. તે સમયે બગીચામાં રામચંદ્રજી સાથે તેમનું પ્રથમ મિલન થયું હતું. પ્રથમ મિલન બાદ જ તેમણે ભગવાન રામને પતિના રૂપમાં મેળવવા મા ઉમિયાને પ્રાર્થના કરી હતી અને મા ઉમિયાના આશીર્વાદથી તેમની મનોકામના પૂર્ણ થઈ હતી.
જ્યારે સિતાજી ધરતીમાં સમાઈ ગયા ત્યારે પોતાની સંતાન લવ-કુશને તેમણે મા ઉમિયાને જ સોંપ્યા હતા. એક માન્યતા મુજબ સિતાજીના વંશજ પણ મા ઉમિયાની જ પૂજા કરતા હતા.
મા ઉમિયા મંદિર અને યાત્રાધામ | Umiya Mata Temple Information
ઉમિયા માતા(Umiya Mata Mandir) મંદિર ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. ખાસ કરીને ઉંઝા ઉમિયા માતા મંદિર(Umiya
Mata Mandir Unjha) ગુજરાતનું પ્રખ્યાત યાત્રાધામ છે.
દેશ-વિદેશથી ભક્તો અહીં દર્શન કરવા આવે છે. ઉમિયા માતા મંદિર ગુજરાત(Umiya Mata Mandir Gujarat) રાજ્યના મુખ્ય ધાર્મિક સ્થળોમાં સ્થાન ધરાવે છે. મુંબઈમાં પણ ઉમિયા માતા મંદિર ગેસ્ટ હાઉસ(Umiya Mata Mandir Guest House Mumbai) સુવિધા ઉપલબ્ધ છે જ્યાં ભક્તો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આમ મા ઉમિયાના પ્રાગટ્ય સાથે અલગ અલગ પૌરાણિક કથાઓ જોડાયેલી છે. મા ઉમિયા ભક્તોના જીવનમાં શ્રદ્ધા, ભક્તિ અને આશીર્વાદનું પ્રતિક છે.
