![]() |
| junagadh-hiragiri-mataji-mandir-navratri-akhand-divo-history |
એક એવું મંદિર જે ખુલે છે વર્ષ માં એક જ વાર...અહી થાય છે માતાજી ની આરાધના... જી હા આપને આશ્ચર્ય થશે કે જુનાગઢમાં આવેલ હીરાગીરીજી માતાજીનું મઠ (Hiragiri Mataji Mandir Junagadh) વર્ષ માં એક જ વાર ખુલે છે અને નવરાત્રી દરમિયાન અહી થાય છે અખંડ દીવા.
જુનાગઢ ના માંગનાથ મહાદેવ ના મંદિર ખાતે આવેલ છે હીરાગીરીજીનું શક્તિ સ્થળ...દરેક મંદિરનું પોતાનું જુદુ જુદુ મહત્વ હોય છે અને માન્યતા હોય છે તેવું જ એક મંદિર જૂનાગઢમાં પણ આવેલું છે. Junagadh temple news મુજબ, માંગનાથ બજારમાં આવેલ માંગનાથ મંદિરના પરિસરમાં આવેલું હીરા ગીરી માતાજીનું ઐતિહાસિક શક્તિ સ્થળ ખૂબ પ્રાચીન છે.
પુ. હીરાગીરીજી માતાજીનું મૂળ વતન ઉત્તર ભારત હતું. પરંતુ માંગનાથ પીપળી ગામે તેઓ રહેતા હતા. માલધારીઓના નેસ માં રહીને તેઓ તપ અને સાધના કરતા અને ગાયો ની સેવા કરતા. પુ. માંગા ભટ્ટ સાથે તેઓનો પરિચય થયો અને હીરાગીરીજી માંગનાથ મંદિર ખાતે વસવાટ કરવા લાગ્યા હતા.
![]() |
| junagadh-hiragiri-mataji-mandir-navratri-akhand-divo-history |
આ શક્તિસ્થળ Navratri special temple Gujarat તરીકે ઓળખાય છે. માંગા ભટ્ટે તેમને માંગનાથ મંદિર સુપૃત કર્યું હતું. પછી માતાજી એ પણ જીવતા સમાધી લીધી છે. માતાજી જે રૂમ માં રહેતા હતા તેમાં જ તેમની સ્થાપના કરવામાં આવે છે.
આ મંદિર આખું વર્ષ બંધ રહે છે માત્ર આસો નવરાત્રી ના આઠ દિવસ જ મંદિર ખોલવામાં આવે છે. આ મંદિર 400 વર્ષથી વધુ જૂનું (Hiragiri Mataji history) હોવાનું માનવામાં આવે છે.
પૂજ્ય હીરા ગીરી માતાનું મૂળ વતન ઉત્તર ભારત હતું પરંતુ તેમનું મૂળ મુકામ માંગનાથ પીપળી મુકામ હતું. માલધારીઓના નેસ વચ્ચે રહીને માતાજી દ્વારા તપ સાધના અને ગાયોની સેવા કરવામાં આવતી હતી. પૂ. માંગા ભટ્ટ સાથે પરિચિત થવાથી માતાજી માંગનાથ મહાદેવના મંદિરમાં વસવાટ કરવા માટે આવ્યા હતા.
શક્તિ સ્વરૂપ હીરાગીરી માતાજીની અનેક સિદ્ધિઓથી પ્રભાવિત થઈને પૂજ્ય માંગા ભટ્ટ દ્વારા માંગનાથ મહાદેવનું મંદિર પૂજ્ય માતાજીને સુપરત કરેલ હતું. પોતાનું દેવી કાર્ય પૂર્ણ થયેલું માનીને હીરાગીરીજીએ જીવતા સમાધી લીધી હતી.
આ શક્તિસ્થળ Mangnath Mahadev Junagadh ખાતે આજે પણ વિદ્યમાન છે. સમાધિ લેતા પહેલા માતાએ પોતાની જટાની લટ વગેરે પરિવારને અર્પણ કરી હતી.
નવરાત્રી દરમિયાન અહી Akhand divo Navratri Gujarat તરીકે 150 થી વધુ દીવાઓ પ્રજવલિત કરવામાં આવે છે. સ્વસ્તિક આકારમાં આ દીવો ગોઠવવામાં આવે છે અને એક પણ દીવો આઠ દિવસ સુધી ઓલવાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
દર્શનાર્થીઓ માટે આ સ્થળ ખૂબ જ પવિત્ર છે અને લોકો અહીં આવીને Gujarat religious news મુજબ ધન્યતા અનુભવે છે.
આમ, નવરાત્રી દરમિયાન માતાજી ની વિશેષ પૂજા થાય છે અને આઠમ ના દિવસે મંદિર બંધ કરી દેવાય છે, પછી એક વર્ષ બાદ ફરી ખોલવામાં આવે છે.
Read Alaso : અહીં બાળકોના દેવ તરીકે પૂજાય છે બળીયા દેવ, અસાધ્ય રોગોનું નિવારણ થાય તેવી માન્યતા

