![]() |
| halvad-vaijnath-mahadev-mandir-history-shravan-mahatva-gujarat |
હળવદ શહેર દેવોથી પ્રતિષ્ઠિત અને દ્રાદસ જ્યોતિર્લિંગ તેમજ પ્રસિદ્ધ શિવ મંદિરોનું મહાત્મ્ય ઔલિકતાથી સભર હોય છે ત્યારે શહેરની દક્ષિણ દિશાએ આવેલું પૌરાણિક સ્વયંભૂ વૈજનાથ મહાદેવ શિવાલય ભક્તો માટે આસ્થાનું પ્રતીક બની ગયું છે બારેમાસ ભાવિકોથી ધમધમતું અને સોમનાથ મહાદેવની આબેહૂબ પ્રતિકૃતિ સમાન હળવદના પૌરાણિક સ્વયંભૂ વૈજનાથ મહાદેવ મંદિર ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે આસ્થાનું પ્રતીક બની ગયું છે .
શહેરની દક્ષિણ દિશાએ આવેલા અને આશરે 300 વર્ષ પુરાણા શામ્બ સદાશિવ વૈજનાથ મહાદેવ મંદિરમાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભાવિકો પૂજા અર્ચના તેમજ અભિષેક કરી ધન્ય બને છે મંદિર સંકુલમાં હોમ હવન કરવા વિવિધ સુવિધાઓ કરવામાં આવી છે.
300 વર્ષ જૂનું વૈજનાથ મહાદેવ મંદિર – ઐતિહાસિક મહત્ત્વ
હળવદ શહેરમાં સરા ચોકડી સ્થિત શિખર બંધ અને સોમનાથ મંદિરની પ્રતિકૃતિ વૈજનાથ મહાદેવ મંદિર પૌરાણિક મંદિર જે આશરે 300 વર્ષ પુરાણું છે અને જે શિખર બંધ 2015મા બનાવવામાં આવ્યું છે જ્યાં બારેમાસ દરરોજ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે તેમજ આરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ છે અને મોટીસંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે.
શ્રાવણ માસમાં વિશેષ પૂજા અને ભક્તોની ભીડ
હળવદને છોટા કાશી તરીકે ઓળખ આપવામાં આવી છે હળવદ શહેરની આસપાસ ચારે તરફ નાના-મોટા મહાદેવના મંદિરો આવેલા છે જેમાંનું એક પ્રસિદ્ધ મંદિર એટલે વૈજનાથ મહાદેવ મંદિર કે જ્યાં ભક્તો દરરોજ દર્શનાર્થે આવે છે અને મનોકામના પૂર્ણ થાય છે.
શ્રાવણ માસમાં દરરોજ અલગ અલગ પ્રકારના શણગારથી મહાદેવજીને શણગારવામાં આવે છે સાથે સાથે શ્રાવણના દર સોમવારે અને અમાસે ભસ્મ આરતી, શૃંગાર આરતી સહિતની વિવિધ આરતી કરવામાં આવે છે, વિષ્ણુ આરતી, દરરોજ હજારો ભાવિ ભક્તો શ્રાવણમાં દરમિયાન અહીંયા દર્શનાર્થે આવે છે.
ધાર્મિક કાર્યક્રમો અને સેવાકીય પ્રવૃત્તિઓ
વર્ષ દરમિયાન અહીંયા દરરોજ 24 કલાક મંદિર ખુલ્લું હોય છે અને જેમાં ભાવિ ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે મહાદેવજી પાસે શીશ ઝૂકાવતા હોય છે , સુંદરકાંડના પાઠનું અહીંયા પઠન કરવામાં આવે છે, મેડિકલ કેમ્પ, ભંડારા સહિતના અલગ અલગ આયોજન કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન ચાલીને જતા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવાનો કેમ્પ કરવામાં આવે છે, અલગ અલગ તહેવારો મુજબ અહીંયા વિવિધ આયોજન કરવામાં આવે છે.
આરતી અને દૈનિક પૂજા વ્યવસ્થા
આ મંદિરે સવારે આરતી ,સાંજે આરતી તેમજ દિવસ દરમિયાન લોકો પોતાની શ્રદ્ધાથી બિલીપત્ર ફૂલ દૂધ સહિતના દ્રવ્યો મહાદેવજીને અર્પણ કરતા હોય છે અને મહાદેવજી પણ તેમના પર કૃપા વરસાવતા હોય છે.
અહીંયા સવારે પાંચ વાગ્યે પ્રાત આરતી,સાંજે સાયમ આરતી,તેમજ દરરોજ અલગ અલગ શણગાર કરવામાં આવે છે ,શ્રાવણ માસમાં વિવિધ અલગ અલગ શણગાર કરવામાં આવે છે ભસ્મ આરતી તેમજ વિવિધ આરતી કરવામાં આવે છે.
