બનાસકાંઠામાં સ્થિત અંબાજી શક્તિપીઠનાં દર્શન કરવાથી ભક્તોને ભવોભવનાં પાપમાંથી મુક્તિ મળે છે. પરંતુ અંબાજી શક્તિપીઠ જેટલું જ મહત્વ ધરાવતું અતિ પ્રાચીન અને ઐતિહાસિક જો કોઈ મંદિર હોય તો તે છે ભરૂચના દાંડિયા બજારમાં નિર્મિત અંબાજી મંદિર, જેને 2015માં શક્તિપીઠનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
અંબાજી મંદિર ભરૂચ: શક્તિપીઠ તરીકેનું મહત્વ
અહીં પણ અંબાજી સમાન જ માતાજીની મૂર્તિની સાથે વિષાયંત્રની પણ પૂજા કરવામાં આવે છે. તો ચાલો આપણે પણ જાણીએ મા અંબાના આ પવિત્ર ધામનો મહિમા. ભારતમાં કુલ 51 શક્તિપીઠ સ્થાપિત છે, જ્યાં દરેક શક્તિપીઠમાં માતાજીનાં અલગ અલગ અંગ પડયા હોવાનું માનવામાં આવે છે. અને તેમાં સૌથી શ્રેષ્ઠ અંબાજી ધામ (બનાસકાંઠા) માનવામાં આવે છે. આ જ મહત્વ ધરાવતું ભરૂચ અંબાજી મંદિર 1944માં સ્થાપિત થયું હતું અને 2015માં તેને શક્તિપીઠનો દરજ્જો મળ્યો હતો.
દાંડિયા બજાર અંબાજી મંદિરનો ઇતિહાસ
દાંડિયા બજાર અંબાજી મંદિરની સ્થાપના વિક્રમ સંવત 2000માં વૈશાખ વદ ત્રીજના શુભ દિવસે (11/05/1944) કરવામાં આવી હતી. એક માન્યતા મુજબ પ્રાચીન કાળમાં અહીં મા અંબાની મૂર્તિ ચંદન અને સુખડથી બનેલી હતી, જે બાદમાં વિસર્જન કરી નવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. આજે અહીં સ્થાપિત મા અંબાની મૂર્તિ સુંદર વસ્ત્રો અને આભૂષણોથી શોભાયમાન છે.
Read More : હીરાગીરી માતાજીનું મઠ વર્ષમાં એક જ વાર ખુલે, નવરાત્રીમાં થાય અખંડ દીવા
ચમત્કારિક વિષાયંત્ર અને પૂજા વિધિ
મોટા અંબાજી મંદિર જેવી જ અહીં પૂજા વિધિ કરવામાં આવે છે. અહીં ભક્તોને માતાજીની ચરણપાદુકાનો આશીર્વાદ આપવામાં આવે છે. આ મંદિરનું વિશેષ આકર્ષણ છે વિષાયંત્ર, જેમાંથી નીકળતું જળ ક્યારેય બંધ થતું નથી. આ ભક્તો માટે એક ચમત્કાર સમાન માનવામાં આવે છે. દરરોજ થતી આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે અને આખું મંદિર “જય અંબે” ના નાદથી ગુંજી ઉઠે છે.
Read More : હળવદનું વૈજનાથ મહાદેવ મંદિર: 300 વર્ષ જૂનું પૌરાણિક શિવાલય, શ્રાવણમાં ભક્તોની ભીડ
નવરાત્રિમાં વિશેષ મહિમા
આસો માસની નવરાત્રિ દરમિયાન અહીં વિશેષ કાર્યક્રમો યોજાય છે. નવ દિવસ દરમ્યાન માતાજીને અલગ અલગ સિંહાસન પર બિરાજમાન કરવામાં આવે છે. આ સમય દરમિયાન Ambaji temple Bharuch Navratri celebration ખુબ જ ભવ્ય હોય છે.
ભરૂચનું અંબાજી મંદિર કેમ ખાસ છે?
તો આમ મોટા અંબાજી મંદિર જેટલું જ મહત્વ ધરાવતું ભરૂચ દાંડિયા બજારનું અંબાજી શક્તિપીઠ મંદિર ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે, જ્યાં દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે.
Read More : અહીં બાળકોના દેવ તરીકે પૂજાય છે બળીયા દેવ, અસાધ્ય રોગોનું નિવારણ થાય તેવી માન્યતા
