શક્તિપીઠ બહુચરાજી ગણેશજી મંદિર: સિંદૂરીયા ગણેશજીના ચમત્કારિક દર્શન અને ભક્તોની અડગ આસ્થા

ingujarati
0

શક્તિપીઠ બહુચરાજી માતાજી મંદિર પરિસર માં વિઘ્નહર્તા ગણેશજી બિરાજમાન છે. Shaktipeeth Bahucharaji તરીકે પ્રસિદ્ધ આ પવિત્ર ધામમાં આવેલું બહુચરાજી ગણેશજી મંદિર ભક્તોની અડગ આસ્થાનું કેન્દ્ર છે. બહુચરાજી મંદિરની પૂર્વ દિશામાં આવેલા જર્જરિત મંદિરમાંથી આ પ્રાચીન ગણેશજીની પ્રતિમાને અહીં પુનઃ સ્થાપિત કરવામાં આવી હોવાની માન્યતા છે. આ મંદિર માં બિરાજમાન ગણેશજીની સ્થાપના વડોદરા ના રાજવી માનાજી રાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હોતી.


આ ગણેશજીને સિંદૂરીયા ગણેશજી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં દર પુનમ તેમજ દર ચોથ અને રવિવારના દિવસે ભક્તોની વિશેષ ભીડ જોવા મળે છે. Vighnaharta Ganesh Temple Gujarat તરીકે ઓળખાતા આ સ્થાનકમાં માન્યતા છે કે વિઘ્નહર્તા ગણેશજીના માત્ર દર્શનથી આધિ, વ્યાધિ અને ઉપાધિ તમામ દૂર થાય છે. સાચા મનથી જે કોઈ મનોકામના ભક્તો દ્વારા રાખવામાં આવે છે તે તમામ પૂર્ણ થાય છે.


ગાંધીનગરના માણસા તાલુકાનું ઉનાવા ગોગા મહારાજ મંદિર, અદભુત શ્રદ્ધાધામ


Bahucharaji Ganeshji Darshan
માટે શક્તિપીઠ બહુચરાજી ખાતે લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે પધારે છે. અહીં આવતા તમામ ભક્તો વિઘ્નહર્તા ગણેશજીના દર્શનનો અવશ્ય લાભ લે છે. અહીં દાદાને લાડુના પ્રસાદનો વિશેષ મહિમા છે. શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ થતાં ધરોની માળા તેમજ લાડુનો ભોગ અચૂક દાદાને અર્પણ કરે છે.

ગુજરાત ભર માંથી આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે આ સ્થાનક આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. અહીં આવતા ભક્તો અનેક પ્રકારની માનતા રાખતા હોય છે અને તે તમામ ભક્તોના દુઃખનું નિવારણ વિઘ્નહર્તા ગણેશજી ચોક્કસ રીતે કરે છે એવી દ્રઢ માન્યતા છે. આથી અહીં માઇ ભક્તોનો પણ મોટા પ્રમાણમાં જમાવડો જોવા મળે છે.

સુરતના સરોલી ગામનું સાઈબાબાનું કલ્યાણકારી ધામ


આ ગાયકવાડ સરકાર દ્વારા સ્થાપિત પ્રાચીન
બહુચરાજી ગણેશજી મંદિરના દર્શનાર્થે આવતા તમામ ભક્તોની અનોખી આસ્થા આ સ્થાનક સાથે જોડાયેલી છે. અહીં દાદાના દર્શન કરીને ભક્તો આત્મિક શાંતિ અને ધન્યતાની અનુભૂતિ કરે છે.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top