ઉનાવા ગોગા મહારાજ મંદિર: ગાંધીનગરના માણસા તાલુકાનું અદભુત શ્રદ્ધાધામ

ingujarati
0

ઉનાવા ગામમાં આવેલ પ્રસિદ્ધ ગોગા મહારાજ મંદિર

ગાંધીનગરમાં માણસા તાલુકામાં આવેલ ઉનાવા ગામમાં ગોગા મહારાજનુ ખુબ જ પ્રસિદ્ધ અને સુંદર મંદિર આવેલ છે..જેના પર ભાવિક ભક્તો અપાર આસ્થા ધરાવે છે....અહીં આવતા દરેક ભક્તો ગોગા મહારાજ પર અપાર આસ્થા રાખે છે અને તેમની મનોકામના પૂર્ણ થતી હોવાનો પણ વિશ્વાસ રાખે છે.. આ મંદિરની વિશેષતા છે તેમાં કરેલી કાંચની કોચરણી..આ મંદિરમાં આપ જોઈ શકો છે કઈ રીતે અલગ અલગ રંગના કાંચની મદદથી સુંદર કોતરણી કરવામાં આવી છે..જે આ મંદિરનુ ખાસ આકર્ષણનુ કેન્દ્ર છે.


ઉનાવા ગોગા મહારાજ મંદિરની પૌરાણિક કથા

આ ધામની સ્થાપના સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે..જેમાં બસ્સો વર્ષ પહેલા ઈ.સ. 1872માં ઉનાવા ગામમાં જ વસવાટ કરતા વાહજીભાઈ  દેસાઈ  ગાયો ભેંસો ચરાવવા ઊંઝા ની બાજુમા આવેલ દાસજ ગામે ગયા હતા..ત્યારે એક સાંઢણીને સાપ કરડયો હતો..અને એ દરમ્યાન વાલજીભાઈ દાસજીએ ગોગા મહારાજને સાચા દિલથી યાદ કર્યા..અને ગોગા મહારાજે પણ સાક્ષાત તેમને દર્શન આપ્યા હોય અને મદદ કરી હોય તે રીતે તેમની સાંઢણી ફરીથી સજીવન થાય છે અને એ સમયે વાલજીભાઈના આંખોમાં આનંદના અશ્રુ આવી જાય છે..ત્યારે વાહજીભાઈ દેસાઈ પોતાના ગામમાં જ ગોગા મહારાજની સ્થાપના કરી અને નાનુ મંદિર બનાવી અને પૂજન અર્ચનની શરૂઆત કરી હતી.


નાગપાંચમ અને ચૈત્રી નવરાત્રિનો મહિમા

આ પૌરાણિક કથા અનુસાર ગોગા મહારાજના પ્રથમ પૂજક વાહજીભાઈ દેસાઈ હતા અને આજે તેમની પાંચમી પેઢી કરશન ભાઈ દેસાઈ ગોગા મહારાજની સેવા કરે છે..અહીં વર્ષમાં બે પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે એક છે નાગ પાંચન અને બીજો ઠે ચૈત્રી નવરાત્રિની આઠમ..આ બે પવિત્ર દિવસ દરમ્યાન લાખો લોકો દર્શન કરવા ઉમટી પડે છે..દરેક નાગપાંચમના દિવસે તો દરેક ભક્તો માટે ચા નાસ્તાથી લઈને જમવાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે.


સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ અને ભક્તોની ભીડ

અહીં ભાવિક ભક્તો દ્રારા અનેક માનતા  માનવામાં આવે છે જેમકે વ્યસન છોડવાની માનતા , સાથે જ ભોજનમાં અડદનો ત્યાગ કરવો ,,તો સાથે સાથે જાંબુ અને રીંગણ નહીં ખાવા જેવી  માનતાઓ રાખે છે. અને જો તેમની મનોકામના પૂર્ણ થાય થાય તો અચુક તેઓ ગોગા મહારાજને નતમસ્તક થવા આવે છે..આ સ્થળે નિસંતાન દંપતિ ગોગા મહારાજને શીશ ઝુકાવવા આવે છે અને ગોગા મહારાજ તેમનો ખોળો ભરશે તે આશા લઈને જાય છે...અહીં ભક્તો માટે બારે માસ ભોજનની વ્યવસ્થા તો કરવામાં આવે છે પરંતુ સાથે સાથે સમાજ ઉપયોગી પ્રવૃતિ પણ થાય છે જેમાં લોકો માટે વ્યસન મુક્તિ અભિયાન ચલાવામાં આવે છે..ગોગા મહારાજના આ પવિત્ર ધામમાં મંગળવાર અને બુધવારે ભકતોને ભારે ધસારો જોવા મળે છે.


અજાણતાં થયેલી પૂજાથી પ્રસન્ન થયા ભોળાનાથ

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top