ઉદયપુરનું મનશાપૂર્ણ કરણી માતા મંદિર: શ્રદ્ધા, શાંતિ અને મનની દરેક મનોકામના પૂર્ણ કરતું પાવન ધામ

ingujarati
0

 

મા મનશાપૂર્ણ કરણી માતા: શ્રદ્ધા અને આશાનો પાવન આધાર

વાંઝિયાને તે દિસે છે સંતાન,ઘર વિહોણાને આપે છે ઘર..નોકરીની મનશા પણ પુર્ણ છે મા મનશાપુર્ણ કરણી માતા.કહેવાય છે રાજસ્થાનના ઉદેપુરમાં સ્થિત મા મનશાપુર્ણ કરણી માતાના જો જીવનમાં એક વાર દર્શન કરીલો તો આ તમામ મનશા મા કરણી પુર્ણ કરી દે છે. અહીં દર્શને આવતા ભક્તો મા કરણીને મા જગદંબા અને મા પાર્વતીનું જ સ્વરુપ માને છે. અને મા તેમની તમામ મનોકામના પુર્ણ કરશે તેવી શ્રદ્ધા રાખે છે. આવો ત્યારે આવા કલ્યાણકારી માતાના કરી લઇએ પાવનકારી દર્શન.

manshapurna-karni-mata-mandir-udaipur


ઉદયપુરના મચલા મગરા પર આવેલું પવિત્ર ધામ

રાજસ્થાનના ઉદેપુરમાં સ્થિત છે શ્રી મનશાપુરણ કરણી માતાનું સુદર ધામ..ઉદેપુર જીલ્લાના મચલા મગરા નામના પહાડ પર સ્થિત કરણી માતાનું આ અલાયદુ ધામ તમામ ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બનેલુ છે.

મંદિરમાં કરણી માતાની આરસમાંથી બનેલ ખુબ જ સુંદર મુર્તિ સ્થાપિત કરવામાં આવી છે જેના દર્શન કરીને ભક્તોને થાય છે અનોખી શાંતિની અનુભુતિ. આ મંદિર ઉદેપુરની આન બાન અને શાનમાં વધારો કરનારુ માનવામાં આવે છે.

આ મંદિર સુધી કોઇ વાહન પર બેસીને નથી જઇ શકાતુ અને તે જ કારણ છે કે આ મંદિરની આસપાસ પ્રદુષણનું નામોનિશાન નથી. અર્થાત આ મંદિર પ્રદુષણ મુક્ત છે..અને દુર દેશાવરથી આવતા પ્રવાસીઓને આકર્ષનારુ પણ સાબિત થાય છે.


પ્રદૂષણમુક્ત અને શાંત વાતાવરણ

શ્રદ્ધાળુઓના મતે માતા કરણીએ સ્વયં મા જગદંબાનું અને માતા પાર્વતીનું સ્વરુપ છે...માતા કરણીનું મુખ્ય સ્થાનક રાજસ્થાનના બિકાનેરમાં આવેલુ છે જ્યાં લગભગ 700 વર્ષ પુર્વે એક ગુફામાં મા કરણીએ પોતાના ઇષ્ટદેવની અઘોર તપસ્યા કરી હતી અને તેમના જ્યોતિર્મય થવા પર તેમના કહેવાથી જ તેમની મુર્તિ બિકાનેરના મંદિરમાં મુકવામાં આવી હતી. અને લાખો શ્રદ્ધાળુઓ માટે આ ધામ પોતાની તમામ  મનોકામના પુર્ણ કરનારુ માનવામાં આવે છે..અને આ જ મંદિરેથી દિવ્ય જ્યોત તત્કાલીન રાજા કરણસિંહજી16મી સદીમાં દ્વારા આ સ્થાને લાવીને આ સુંદર મંદિરનું નિર્માણ કરવવામાં આવ્યુ હતુ.


પિંડી સ્વરૂપથી મૂર્તિ સ્વરૂપ સુધીની યાત્રા

લગભગ 22 વર્ષ પહેલા સુધી આ મંદિરમાં મા કરણીની પિંડી સ્વરુપે પુજા થતી હતી જે પિંડી આજે પણ આ મંદિરમાં માતા કરણીની મુખ્ય મુર્તિની નીચેના સ્થાને સ્થાપિત છે. પરંતુ ભક્તોને માતાના દર્શનની પડતી અગવડતાના ધ્યાને રાખીને માતા કરણીની આ સુંદર મુર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી હતી.

મંદિર સુધી પહોંચવાનો અનોખો અનુભવ

ઉદેપુર શહેરની મધ્યમાં આવેલ અને પહાડી પર સ્થિત આ મંદિર સુધી પહોચવાના બે રસ્તા છે. ભક્તો અહીં આ પગથિયા વાળા રસ્તા પર ચઢીને પણ માતાના દર્શને જઇ શકે છે. અને અહીં દેવસ્થાન દ્વારા આ સ્થાને રોપવેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેમાં બેસીને પણ માતા કરણીના દર્શને ભક્તો જાય છે..મંદિર પરિસરમાં આવીને લગભગ આખા ઉદેપુરનો નજારો અહીંથી જ માણી શકાય છે. પર્વતોની ગિરીમાળાઓની વચ્ચે સ્થિત આ મંદિરની પાસે જ દુધ તલાઇ સરોવર પણ આવેલુ છે અહીં આવનાર ભક્તો માટે એ પણ એક આકર્ષણનું કેન્દ્ર છે.

મનોકામના પૂર્ણ કરનાર મનશાપૂર્ણ માતા

માતાના દર્શને આવતા ભકતો પોતાની તમામ મનોકામના અહી માતા કરણીને કહે છે અને માતા કરણી તે તમામ ભક્તોની મનશા પુર્ણ કરે છે. અહી પોતાની મનોકામના અને મનશા શ્રદ્ધાળુઓ એક ચુંદડી અહીં માતાના મદિંર બહાર એક સ્થાને બાંધીને માને છે અને તમામની મનોકામના અહીં પુર્ણ થતી હોવાની છે માન્યતા જેથી અહીં બિરાજતા માતા કરણીને મનશાપુર્ણ માતા કરણી તરીકે પણ ઓળખવામાં આવે છે.


અદભુત શિવલિંગ અને ભક્તિનો સંગમ

અહીં મંદિર પરિસરમાં એક અદભુત શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી છે અહીં માતા કરણીના દર્શને આવતા ભક્તો સદાશિવ સમક્ષ નતમસ્તક થવાનું અને તેમના આશિર્વાદ લેવાનું પણ નથી ચુકતા.


Tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top