ડભોઈનું બદ્રીનારાયણ મંદિર: 850 વર્ષ જૂનું ચમત્કારિક ધામ | Badrinarayan Mandir Dabhoi History

ingujarati
0

badrinarayan-mandir-dabhoi-history-gujarat

Badrinarayan Mandir Dabhoi History : ચાર ધામની યાત્રામાં બદ્રીનાથ ધામનો મહિમા સવિશેષ જોવા મળે છે. આ ધામમાં ભગવાન વિષ્ણુની બદ્રીનારાયણ સ્વરૂપની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, જેના દર્શન માત્રથી ભવોભવના પાપમાંથી મુક્તિ મેળવી શકાય છે.

પરંતુ આજે દર્શન કરીએ વડોદરાના ડભોઈમાં આવેલ બદ્રીનારાયણના સુંદર ધામના, જે આશરે 850 વર્ષ જૂનું છે. અહીં ભગવાનની શ્યામવર્ણની મૂર્તિના દર્શન કરીને ભક્તોને બદ્રીનાથના દર્શન કર્યાનો અનુભવ થાય છે.

ડભોઈના મધ્યમાં આવેલ પવિત્ર ધામ

વડોદરાના ડભોઈ ખાતે આવેલું આ બદ્રીનારાયણ મંદિર ભક્તોની અપાર આસ્થાનું કેન્દ્ર છે. જેમ ચાર ધામના બદ્રીનાથમાં ભગવાન વિષ્ણુની કાળા પથ્થરની મૂર્તિ છે, તેવી જ રીતે અહીં પણ શ્યામવર્ણની પ્રતિમા સ્થાપિત છે.

મંદિર બજારના મધ્યમાં આવેલ હોવાથી લોકો રોજિંદા જીવનમાં પણ ભગવાનના દર્શન કરવાની તક નથી ગુમાવતા. સુંદર વાઘા અને આભૂષણોથી સજ્જ પ્રતિમા ભક્તોને ભાવવિભોર કરી દે છે.


મંદિરનો ઐતિહાસિક અને આધ્યાત્મિક ઇતિહાસ

આ મંદિર સાથે એક રોચક ઇતિહાસ જોડાયેલો છે. લગભગ 12મી સદીમાં સંત મથુરેશ સ્વામીજી ગુરુની શોધમાં હિમાલય ગયા હતા. ત્યાં એક સિદ્ધયોગી સાથે મળીને તેમણે સેવા કરી.

સિદ્ધયોગીએ પ્રસન્ન થઈને બદ્રીનારાયણની દિવ્ય મૂર્તિ ભેટમાં આપી અને નર્મદા કાંઠે સ્થાપિત કરવાની આજ્ઞા આપી. ત્યારબાદ સ્વામીજી ડભોઈ આવી આ મૂર્તિની સ્થાપના કરી. આ મૂર્તિ કાવડમાં લાવવામાં આવી હતી અને આજે પણ તેનો દર્શન થાય છે.


મૂર્તિ સાથે જોડાયેલ ચમત્કારિક કથા

એક માન્યતા મુજબ આ મૂર્તિ પહેલા પારસ જેવી ચમકતી શ્વેત સ્ફટિકની હતી. એક ભક્તે તેને કાપવાનો પ્રયાસ કર્યો, ત્યારે મૂર્તિમાંથી રક્ત વહેવા લાગ્યું અને તે શ્યામવર્ણ બની ગઈ.

તે વ્યક્તિની આંખોની રોશની પણ ચાલી ગઈ. આજે પણ મૂર્તિ પર આ ઘટનાનો નિશાન જોવા મળે છે, જે ભક્તિ અને ચમત્કારનું પ્રતિક છે.

જીર્ણોદ્ધાર અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા

સમય જતાં મંદિરનું મહત્વ વધતું ગયું. વર્ષ 2009માં જીર્ણોદ્ધાર શરૂ થયો અને 2019માં પૂર્ણ થયો. ત્યારબાદ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.

મંદિરના નિર્માણમાં ભારતના વિવિધ રાજ્યોના કારીગરોએ યોગદાન આપ્યું.


ઉત્સવો અને ધાર્મિક પરંપરા

આ મંદિર રામાનુજ સંપ્રદાય અનુસાર ચાલે છે. અહીં વર્ષભર અનેક ઉત્સવો ઉજવાય છે:

  • અન્નકૂટ
  • ગોવર્ધન પૂજા
  • રામનવમી
  • જન્માષ્ટમી
  • અક્ષય તૃતિયા
  • ગુરુ પૂર્ણિમા
  • હીંડોળા ઉત્સવ
  • ધનુર્માસ ઉત્સવ
  • ભવ્ય રથયાત્રા


સંકટમોચન હનુમાનજીનું ચમત્કારિક સ્થાન

મંદિર પ્રવેશદ્વારે સંકટમોચન હનુમાનજીની પ્રાચીન મૂર્તિ છે. માન્યતા છે કે દર શનિવારે દર્શન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top