Gujarat Shramyogi Kalyan Yojana : આરોગ્ય, શિક્ષણ, DBT અને સામાજિક સુરક્ષાનો મોટો લાભ

ingujarati
0

દેશના વિકાસમાં દરેક ક્ષેત્રે શ્રમયોગીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. સશક્ત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારત માટે શ્રમયોગીઓનું સશક્તિકરણ ખૂબ જરૂરી છે, જે અન્વયે કેન્દ્ર અને રાજ્ય સરકાર શ્રમયોગીઓના કલ્યાણ પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને અનેકવિધ નવી સરકારી  શ્રમજીવી યોજનાઓ(Government Welfare Schemes) અમલી બનાવી છે (Labour WelfareSocial SecurityGovernment Welfare Schemes).

Gujarat Shramyogi Kalyan Yojana
Gujarat Shramyogi Kalyan Yojana | AI Image

રાજ્ય સરકાર દ્વારા શ્રમયોગીઓ માટે અનેકવિધ યોજનાઓનું સારી રીતે અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે શ્રમયોગીઓ માટે પ્રાયોગિક ધોરણે (, Construction Workers Registration) શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જે રાજ્ય સરકારની શ્રમયોગીઓના વિકાસ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઉપરાંત બાંધકામ શ્રમિકોની નોંધણી માટે -નિર્માણ પોર્ટલ(E-Nirman Portal) તેમજ Csc, -ગ્રામ કેન્દ્ર(E-Gram Center) તથા ધન્વંતરી આરોગ્ય રથ યોજના(Dhanvantari Arogya Rath Yojana) પરથી -નિર્માણ સ્માર્ટકાર્ડ(E-Nirman Smart Card) આપવામાં આવે છે. શ્રમયોગીઓને તાલીમ, શિક્ષણ અને સંશોધન માટે ગુજરાત લેબર  બોર્ડ(Gujarat Labour Board)) દ્વારા કાર્યરત મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન(Mahatma Gandhi Labour Institute) નામની સ્વાયત્ત સંસ્થાન વિવિધ કાર્યો કરી રહી છે

 

આરોગ્ય અને તબીબી સહાય માટે વિશેષ વ્યવસ્થા

રાજ્યમાં ધન્વંતરી આરોગ્ય રથ યોજના (Dhanvantari Arogya Rath Yojana) અંતર્ગત બાંધકામ સાઈટ તથા શ્રમિક વસાહતોમાં જઇને પ્રાથમિક આરોગ્ય તપાસ(Primary Health Checkup) તેમજ બાંધકામ શ્રમિકોની નોંધણી કરવામાં આવે છે. જે અંતર્ગત ડિસેમ્બર 2024 સુધીમાં કુલ 36 લાખ O.P.D. થકી સારવાર પાછળ રૂ. 39 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમજ શ્રમિકોને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન(Subsidized Food For Workers) મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા માત્ર 5 રૂપિયામાં શ્રમિકોને શ્રમિક અન્નપૂર્ણા યોજના (Shramik Annapurna Yojana) અંતર્ગત ભોજન કરાવવામાં આવે છે. જે અંતર્ગત રાજ્યના 19 જિલ્લામાં કુલ 291 કડિયાનાકા પર ડિસેમ્બર-2024 સુધીમાં રૂ. 54 કરોડના ખર્ચે કુલ 1.16 કરોડથી વધુ શ્રમિકોને ભોજન વિતરણ કરવામાં આવ્યું છે.

 

Dhanvantari Arogya Rath Yojana

ધન્વંતરી આરોગ્ય રથ યોજના | Dhanvantari Arogya Rath Yojana | AI Image


રાજ્ય સરકારની આર્થિક સહાય

રાજ્યમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોના બે બાળકો માટે ધોરણ 1થી પી.એચ.ડી. સુધીના અભ્યાસ માટે શિક્ષણ સહાય તેમજ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને રૂ. 50 હજાર તથા મેડિકલના વિદ્યાર્થીઓને રૂ. 2 લાખ સુધીની સહાય(Student Scholarship) આપવામાં આવે છેતેવી રીતે મહિલા બાંધકામ શ્રમિકને પ્રસૂતિ સહાય તેમજ મુખ્યમંત્રી ભાગ્ય લક્ષ્મીબોન્ડ યોજના(Mukhymantri Bhagyalakshmi Bond Yojana) અન્વયે બાંધકામ શ્રમિકની એક દીકરીના નામે રૂ. 25 હજારના બોન્ડ 18 વર્ષની મુદ્દતે આપવામાં આવે છે. યોજના અંતર્ગત ડિસેમ્બર-2024 સુધીમાં કુલ 1,000થી વધુ શ્રમિકોને રૂ. 3.53 કરોડની સહાય આપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભાગ્ય લક્ષ્મીબોન્ડ યોજના(Mukhymantri Bhagyalakshmi Bond Yojana)
મુખ્યમંત્રી ભાગ્ય લક્ષ્મીબોન્ડ યોજના | Mukhymantri Bhagyalakshmi Bond Yojana | AI Image

શ્રમિકો માટે અન્ય સહાય

ગુજરાત સરકાર દ્વારા શ્રમિકોને પોતાના અને પરિવારના કલ્યાણ માટે અનેક યોજનોનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેમાં અકસ્માત મૃત્યુ સહાય યોજના, અંત્યેષ્ઠિ સહાય(Funeral assistance), વ્યવસાયિક રોગમાં સહાય, સંપૂર્ણ તબીબી તપાસ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બિમા યોજના(PMJJBY), શ્રમિક પરિવહન, Go Green શ્રમિક, દિવ્યાંગ શ્રમિકો માટે ઇલેક્ટ્રીક ત્રિ-ચક્રી વાહન(Electric Vehicle) , શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના(Shri Nanaji Deshmukh Awas Yojana), સ્થળાંતરિત થતા શ્રમિકોના બાળકોને માટે હોસ્ટેલ સુવિધા, શ્રમિક બસેરા યોજના(Shramik Basera Yojana) જેવી વિવિધ યોજનાઓનો સમાવેશ થાય છે.
 

તમામ યોજનાઓમાં કોઈ ગેરરીતિ થાય તે માટે નાણાકીય સહાય ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર(Dbt - Direct Benefit Transfer) થકી અરજદારના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

 

'મોબાઈલ મેડિકલ વાન' યોજના

રાજ્ય સરકારના ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ  (Gujarat Shramyogi Kalyan Boardદ્વારા  મોબાઈલ મેડિકલ વાન યોજના (Mobile Medical Van Yojna) અંતર્ગત ગત વર્ષ 2024 દરમિયાન રૂ. 4.41 કરોડના ખર્ચે 6 લાખથી વધુ લાભાર્થીઓની વિનામૂલ્યે પ્રાથમિક તબીબી તપાસ કરીને જરૂર જણાયે નિ:શુલ્ક દવાઓ તથા અન્ય પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી હતી. ઉપરાંત શૈક્ષણિક પુરસ્કાર યોજના અંતર્ગત 70થી વધુ પર્સન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી ધોરણ-10ના વિદ્યાર્થીઓને રૂ. 2,500 તેમજ ધોરણ-12ના વિદ્યાર્થીઓને રૂ. 5,000 સહાય આપવામાં આવે છે.

 

અકસ્માત વિમા અને અંત્યેષ્ઠિ સહાય

ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગુજરાત સામૂહિક જૂથ અકસ્માત વિમા યોજના અને અસંગઠિત શ્રમયોગીઓ(Unorganised Workers Welfare) માટે અંત્યેષ્ઠી સહાય યોજના(Antyeshti Sahay Yojana) અંતર્ગત જાન્યુઆરીથી ડિસેમ્બર 2024 સુધીમાં અનુક્રમે રૂ. 3.43 કરોડ અને રૂ. 2.28 કરોડથી વધુ સહાય ચૂકવવામાં આવી છે. યોજનાઓમાં નાણાકીય વર્ષ 2024-25થી 100 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

 

નવા શ્રમ સંહિતા અને સુરક્ષિત ભવિષ્ય

મોદી સરકારે ચાર નવા શ્રમ સંહિતા(New Labour Codes) લાગુ કર્યા છે, જેમાં લઘુત્તમ વેતન(Minimum Wages), નિમણૂક પત્રો, સમાન પગાર, સામાજિક સુરક્ષા, ઓવરટાઇમ માટે બમણું વેતન, ફિક્સ્ડ ટર્મ ગ્રેચ્યુઇટી(Fix Pay Gr) અને જોખમી ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે 100% આરોગ્ય સુરક્ષાની ગેરંટી આપવામાં આવી છે પગલું શ્રમયોગીઓના હક, સુરક્ષા અને ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ સુધારો છે.


40 હજાર કામદારો માટે સામાજિક સુરક્ષા કવચ

આ સિવાય રાજ્યના અકિક વ્યવસાયમાં રોકાયેલા સ્વાશ્રયી વ્યવસાયિકોનું સિલિકોસિસના ગંભીર રોગથી અવસાનના કિસ્સામાં તેઓના વારસદારોને આર્થિક સહાય અંગે સુરક્ષા યોજનામાં જાન્યુઆરીથી ડિસેમ્બર 2024 સુધીમાં કુલ 24 શ્રમયોગીઓને રૂ. 48 લાખની સહાય આપવામાં આવી છે. આ યોજનામાં નાણાકીય વર્ષ 2024-25થી 300 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.


Read More : એલોન મસ્કની કંપનીની તૈયારીથી સ્પેસ સેક્ટરમાં તેજી, રોકાણકારોમાં ઉત્સાહ


Tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top