ધુલેટા ધામ સાબરકાંઠા: પ્રકૃતિ, ભક્તિ અને માનવસેવાનું જીવંત તીર્થ | Dhuletta Dham Sabarkantha

ingujarati
0

સાબરકાંઠાની ધરતી પર વસેલું પવિત્ર ધુલેટા ધામ

સાબરકાંઠાની હરિયાળી ધરતી, અરવલ્લી પર્વતમાળાની ગોદ, મોકડી જળાશયના કિનારે નજીક તેમજ શાંત પ્રકૃતિના મધ્યમાં હિંમતનગર-ભિલોડા હાઈવે પર ગાંભોઈ માર્ગે આગળ વધતાં લગભગ 22 કિલોમીટરે નાનું પરંતુ અદ્ભૂત ભાવભીનુ ગામ ધુલેટા આવકારે છે. નજરીયા ભરાઈ જાય એવી મીનિવીરપુર જેવી રચના ધરાવતું આ ગામ, તેની રમણીયતા અને ભક્તિભાવના માટે સાબરકાંઠાનું વિશિષ્ટ પવિત્ર સ્થાન માનવામાં આવે છે. ગામના મધ્યમાં જલારામ બાપાનું દિવ્ય મંદિર, તેની સમક્ષ જ શિવજીનું પવિત્ર ધામ, અને થોડી જ દુરીએ મહાકાળી માતાજીની અદ્ભુત પ્રતિમા. આ ત્રણેયની ઊર્જા મળીને આ સ્થળને એક અસાધારણ શાંતિમય પવિત્ર તીર્થમાં પરિવર્તિત કરે છે.

dhuletta-dham-sabarkantha-gujarat-jalaram-temple-seva-spiritual-place


પ્રકૃતિ અને આધ્યાત્મિકતાનો અદભૂત સંગમ

આ ધામની આસપાસ ચારે બાજુ પર્વતોનો કુદરતી ધબકાર, પવનની સરસર, પક્ષીઓના કલરવ અને પાંદડાના સંગીત જેવી મીઠી ધૂન સાંભળતાં જ યાત્રિકનો મન એકચોટી થઈ જાય છે. અહીં આવતા ભક્તો કહે છે કે, “અહીં સાવ પહોંચી જવાથી જ મનને અજાણી શાંતિ મળે છે.  જાણે આત્મા પોતાની સાચી જગ્યા પર આવી ગઈ હોય.”

જલારામ બાપાની સુંદર પ્રતિમા આગળ દીવાદાંડીની જ્યોત ઝળહળે ત્યારે ભક્તોના ચહેરા પર ભક્તિનો તેજ ઝળકી ઉઠે છે. શિવાલિંગ પર અભિષેક કરતા યાત્રિકો સંગમની જેમ આ દ્વિસ્થાનની દિવ્યતાને અનુભવે છે. મહાકાળી માતાની સામે ઊભા રહી ભક્તિપૂર્વક નમન કરતાં લોકો કહે છે: “આંતરથી હિંમત, બહારથી આસ્થા… બસ અહી બધું જ મળી જાય છે.”


૪૧ વર્ષથી અખંડ સેવા અને માનવતાની પરંપરા

૪૧ વર્ષથી સેવા, પ્રસાર અને માનવતાની અખંડ પરંપરા ધુલેટા ધામનું જીવંત ચમત્કાર. ધુલેટા ધામની સૌથી મોટી વિશેષતા માત્ર તેની પ્રકૃતિ કે મંદિર નથી, પરંતુ અહીં છેલ્લા 41 વર્ષથી ચાલુ અખંડ સેવા સંસ્કૃતિ છે. વીરપુરની જેમ અહીં પણ કોઈ યાત્રિક ભૂખ્યો કે તરસ્યો ન રહે તે માટેની વ્યવસ્થા સતત, નિયમિત અને સંપૂર્ણ નિઃશુલ્ક ચાલે છે.

દૂરથી આવતા દરેક યાત્રિક માટે જમવાનું, રહેવાનું, આરામની સુવિધાઓ, અને જરૂર પડે તો ફ્રી સારવાર – આ બધું કોઈપણ જાતિ, પ્રાંત, વય કે સ્થિતિની મર્યાદા વગર આપવામાં આવે છે. અહીં ટ્રસ્ટ દ્વારા માત્ર સેવા કાર્ય જ નહીં, પરંતુ માનવતાના મૂલ્યોને જીવંત રાખવાની અખંડ પ્રતિબદ્ધતા પણ જોવા મળે છે.

Read More : મોઢેરાના મોઢેશ્વરી માતાજી મંદિર | પ્રાચીન શક્તિસ્થાન, કથા, મહિમા અને દર્શન


ધાર્મિક પ્રસંગો અને પ્રસાદની અનોખી વ્યવસ્થા

પૂનમ, ગુરુવાર, જલારામ જયંતિ, શ્રાવણ માસ, શિવરાત્રી અથવા અન્ય ધાર્મિક પ્રસંગે અહીં વિશાળ યજ્ઞ-હવન યોજાય છે. પ્રસાદ રૂપે મોહનથાળ, શીરો, બુંદી, કઢી-ખીચડી જેવી સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવે છે.

મોટી સંખ્યામાં ભક્તો આવે ત્યારે પણ એક સાથે 400-500 માણસો બેસીને આરામથી જમવાની વ્યવસ્થા વર્ષોથી ચાલી રહી છે. ગામના લોકો જ સેવા-ભાવથી રસોડામાં કામ કરે છે. કોઈ મજૂરી નહીં માત્ર ભાવના, માત્ર ભક્તિ.


સ્થાનિક મહિલાઓ માટે રોજગારી અને સ્વાવલંબન

ખાસ વાત એ છે કે, ટ્રસ્ટે ગામના લોકો વિશેષ કરીને મહિલાઓ માટે રોજગારીની વ્યવસ્થા ઉભી કરી છે. જેથી તેમને રોજગારી માટે ગામ છોડીને બહાર ન જવું પડે. વિવિધ દિવસોમાં વિભાગીય જવાબદારીઓ આપી તેમને સ્વાવલંબન તરફ પ્રયાણ કરાવાયું છે.

આવું માનવતા, ભક્તિ અને સેવા નું મોડેલ ગુજરાતમાં અનોખું ઉદાહરણ છે. વીરપુરની જેમ જ અહીંની સેવા પણ દોરામાં દોરી નહીં, હૈયામાંથી હૈયામાં વહેતી સેવા તરીકે જાણીતી છે.


ધુલેટા ધામ: એક જીવંત આધ્યાત્મિક અનુભવ

ધુલેટા ધામ માત્ર એક મંદિર નહિ, એક જીવંત આધ્યાત્મિક અનુભવ છે. યાત્રિકો કહે છે કે આ સ્થળે પહોંચતા જ મનનો ભાર ઉતરી જાય છે. હૃદયમાં અજાણી પ્રસન્નતા જન્મે છે.

પર્વતોની વચ્ચે વણાયેલા રસ્તાઓ પરથી આવતા યાત્રિકોને પહેલી નજરે જ લાગે કે આ જગ્યા માત્ર ભક્તિ સ્થાન નહિ, પરંતુ પ્રકૃતિની ગોદમાં વસેલું યોગભૂમિ છે. આસપાસના જંગલોની હરિયાળી, વનપંખીઓના મીઠા અવાજો, હળવો સુગંધિત પવન, અને પર્વતોની નરમ છાંય. એ બધું જ યાત્રિકને માનસિક રીતે શુદ્ધ બનાવે છે.


અહીં લોકો સવારથી સાંજ સુધી સેવા, જપ-તપ, ભજન-કીર્તન, યજ્ઞ-હવનના સ્વરોમાં લીન થઈ જાય છે. જલારામ બાપાના મંદિરમાંથી વહેતી સ્નેહની ગરમાહટ અને શિવ શક્તિથી ઊજળી રહેલી આધ્યાત્મિક ઊર્જા બંને મળીને આ સ્થળને શાંતિનું વિશિષ્ટ તીર્થસ્થાન બનાવે છે.

હનુમાનજીની નિપૂણ પ્રતિમા સામે ભક્તો નમન કરતા અને નીલકંઠ મહાદેવના શિવલિંગ પર અભિષેક કરતા જોવા મળે છે. અહીં આવતા લોકો ઘણા વખત કહે છે કે, “અમે એક દિવસ માટે આવ્યા હતાં, પરંતુ મન તો અહીં જ રહી ગયું.”

ખરેખર, આ તીર્થ મનને શુદ્ધ કરે છે, આત્માને ઉજળી બનાવે છે અને હૃદયમાં સ્નેહ, કરુણા અને શાંતિનો બીજ વાવે છે.

માનવતા અને ભક્તિનો જીવંત સંદેશ

ધામનો વિશાળ સંદેશ – ‘જ્યાં ઈશ્વર છે, ત્યાં માનવતા પણ અનિવાર્ય છે...’

ધુલેટા ધામ વર્ષોથી ભક્તિને માત્ર પૂજા સુધી મર્યાદિત રાખતું નથી, પરંતુ તેને માનવસેવા સાથે જોડીને જીવંત બનાવે છે. આજકાલના ઝડપી દોરાના યુગમાં જ્યાં લોકો એકબીજાને સમજતા નથી, ત્યાં આ નાનકડું ગામ અને તેનું ધામ દુનિયાને શીખવે છે કે ઈશ્વરની સાચી સેવા એ માનવતાની સેવા જ છે.

અહીં કોઈ પણ આવે ગરીબ કે ધનિક, સ્થાનિક કે બહારથી દરેકને સમાન સન્માન મળે છે. કોઈ યાત્રિક ભૂખ્યો ન જાય, કોઈ તરસ્યો ન રહે, કોઈ મદદ વગર ન પરત ફરે આવો આત્મિય ભાવ દરેક કાર્યમાં જોવા મળે છે.

૪૧ વર્ષથી ચાલતી આ પરંપરા સાબિત કરે છે કે જ્યારે સેવા હૃદયથી થાય છે, ત્યારે જગ્યાનું કદ નહીં પરંતુ ભાવના ની ઊંચાઈ મહત્વની બને છે.

સાબરકાંઠાનું ગૌરવ – ધુલેટા ધામ

ધુલેટા ધામ આજે સાબરકાંઠાની ધરતીનો ગૌરવ છે. અહીં ભક્તિ, કુદરત, શાંતિ, માનવતા, સેવા અને પરંપરાનું સુંદર સંગમ છે.

આ સ્થાન ભક્તોને શીખવે છે કે
“ઈશ્વર મંદિરમાં છે, પરંતું માનવતા સેવા કાર્યમાં છે.”

અને આ ધામ આ સંદેશને હકીકતમાં ઉતારતું જીવંત ઉદાહરણ બનીને ઉભું છે.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top