Chaitra Navratri 2026 Date : ચૈત્રી નવરાત્રી 2026 તારીખ, મહત્વ, પૂજા વિધિ, વ્રત નિયમ અને નવદુર્ગાના 9 સ્વરૂપ

ingujarati
0

Chaitra Navratri 2026 Date

Chaitra Navratri 2026 Date : ચૈત્ર સુદ એકમનું ભારતીય સંસ્કૃતિમાં આગવું મહત્ત્વ છે. ચૈત્રી નવરાત્રી (Chaitra Navratri) ના પ્રારંભનો આ દિવસ વર્ષભરના વણજોયાં સાડા ત્રણ મુહૂર્તમાંનો એક અતિ પવિત્ર દિવસ માનવામાં આવે છે. હિંદુ પરંપરા અનુસાર ચૈત્ર સુદ એકમ, જેને ઘણીવાર હિંદુ નવા વર્ષની શરૂઆત તરીકે પણ માનવામાં આવે છે, તે ધાર્મિક રીતે ખૂબ મહત્વ ધરાવે છે.

ધર્મગ્રંથો અનુસાર આ શુભ દિવસે બ્રહ્માજીએ(Brahma) સૃષ્ટિનું નિર્માણ કર્યું હતું એવું માનવામાં આવે છે. તેથી આ દિવસને સૃષ્ટિ સર્જન દિવસ, હિંદુ પંચાંગની શરૂઆત, અને આધ્યાત્મિક નવો આરંભ તરીકે પણ જોવામાં આવે છે.

પુરાણોમાં એવું પણ વર્ણન મળે છે કે શ્રીરામ  રાવણનો વધ કરીને વિજય પ્રાપ્ત કર્યો અને સીતા તથા લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા હતા, તે દિવસ પણ ચૈત્ર સુદ એકમ માનવામાં આવે છે. આથી આ દિવસ વિજય, ધર્મ અને સત્યની જીતનું પ્રતિક માનવામાં આવે છે.

આ દિવસનું જેટલું શાસ્ત્રોક્ત મહત્ત્વ છે, એટલું જ તેનું ધાર્મિક, સાંસ્કૃતિક અને આરોગ્યમૂલક મૂલ્ય પણ છે. ઘણા લોકો આ દિવસે વ્રત, પૂજા, ધ્યાન અને યોગ દ્વારા નવા વર્ષની શરૂઆત કરે છે. આયુર્વેદ મુજબ પણ ચૈત્ર માસમાં શરીરશુદ્ધિ અને ઉપવાસ આરોગ્ય માટે લાભદાયક માનવામાં આવે છે.

આ શુભ દિવસથી ચૈત્રી નવરાત્રી (Chaitra Navratri 2026)નો પ્રારંભ થાય છે, જેમાં ભક્તો Durga માતાના નવ સ્વરૂપોની ભક્તિપૂર્વક ઉપાસના કરે છે. નવ દિવસ સુધી ચાલતા આ પવિત્ર તહેવારમાં પૂજા, ઉપવાસ, આરતી અને ભક્તિ દ્વારા માતાની કૃપા પ્રાપ્ત કરવાની પ્રાર્થના કરવામાં આવે છે.

આ રીતે ચૈત્ર સુદ એકમ, ચૈત્રી નવરાત્રી, હિંદુ નવા વર્ષનો પ્રારંભ, અને શક્તિ ઉપાસનાની શરૂઆત તરીકે ભારતીય સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર અને શુભ દિવસ માનવામાં આવે છે.

 

ચૈત્રી નવરાત્રી શું છે ?  | What is Chaitra Navratri ?

ચૈત્ર સુદ એકમ એટલે કે આજથી આદ્યશક્તિ ઉપાસકો મા નવદુર્ગાના શક્તિ સ્વરુપોની વિવિધ પ્રકારે પૂજાઅર્ચના અને અનુષ્ઠાન શરુ કરે છે. અલૂણાં એટલે કે મીઠા વગરના ભોજન લઈ આખો મહિનો ઉપવાસ કરવાની પરંપરા છે. આજના દિવસે જવારા વાવીને શરુ થતી ચૈત્રી નવરાત્રી(Chaitra Navratri)અધ્યાત્મના યાત્રીઓ માટે વિશેષ ફળદાયી માનવામાં આવે છે અને ભક્તો ઉપવાસની સાથે આઠમના દિવસે હવન કરાવે છે. ચૈત્રી નવરાત્રિના નવ દિવસ દરમિયાન દુર્ગા સપ્તશતી કે રામાયણના પાઠ કરવાની ધાર્મિક પરંપરા પણ છે. તો ગુજરાતભરમાં ચૈત્રી નવરાત્રિમાં માતાનો રથ ફરી વળ્યાં પછી જ ઘરની બહાર કે ધાબે સૂવાની શરુઆત કરવામાં આવે છે.

ચૈત્રી નવરાત્રી 2026 ક્યારે છે ? | Chaitra Navratri 2026 Date & Calendar

ચૈત્રી નવરાત્રી 2026 ક્યારે છે ? | Chaitra Navratri 2026 Date & Calendar

આ વર્ષે નવરાત્રિ 19 માર્ચે શરૂ થશે. હિન્દુ કેલેન્ડર મુજબ, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકમ તિથિથી 19 માર્ચે સવારે 6:52 વાગ્યે શરૂ થાય છે. તેથી ચૈત્ર નવરાત્રિ 19 માર્ચથી શરૂ થશે અને 27 માર્ચે પૂર્ણ થશે.

 

ચૈત્રી નવરાત્રીનું ધાર્મિક મહત્વ | Significance of Chaitra Navratri

ચૈત્રી નવરાત્રી હિંદુ ધર્મમાં આદ્યશક્તિ માતા દુર્ગાની ઉપાસનાનો પવિત્ર ઉત્સવ માનવામાં આવે છે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકમથી શરૂ થતી આ નવરાત્રીમાં ભક્તો નવ દિવસ સુધી માતા દુર્ગાના નવ સ્વરૂપોની ભક્તિપૂર્વક આરાધના કરે છે. માન્યતા મુજબ આ સમય આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરવાનો અને જીવનમાં સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવાનો શ્રેષ્ઠ સમય ગણાય છે. ઘણા ભક્તો ઉપવાસ રાખીને, જાપ-પાઠ કરીને અને કુંભ સ્થાપના કરીને માતાની કૃપા મેળવવાનો પ્રયત્ન કરે છે.

ચૈત્રી નવરાત્રિમાં જગત જનની મા ભગવતીનું સ્મરણ કરીને દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દૈવીશક્તિને જગાડવામાં આવે છે. ભારતીય હિન્દુ ધાર્મિક સંસ્કૃતિમાં પ્રત્યેક વર્ષે ચૈત્ર સુદ પડવાથી શરુ થતાં આદ્યશક્તિ મા દુર્ગાના પાવન પર્વ ચૈત્રી નવરાત્રિએ ઘટસ્થાપન, જવારા, માતાજીના વિવિધ સ્વરૂપોનું સ્થાપન કરવામાં આવે છે.

આ નવરાત્રિ અનુષ્ઠાન, હવન, ઉપાસના વગેરે માટેનું ઉત્તમ પર્વ છે. દરેક જણ ‘‘મા’’ શક્તિ પોતાના દુઃખ અને કષ્ટ દૂર કરે તે માટે શ્રદ્વાપૂર્વક દેવીસાધના કરે છે. ‘‘મા’’ શક્તિ સ્વરૂપે ચૈત્ર સુદ અષ્ટમીએ પ્રકટ થઈ દુર્ગમ રાક્ષસનો નાશ કરેલો. આ દિવસ દુર્ગાષ્ટમી કહેવાય છે. ચૈત્ર માસના મહિમાની વાત જ ન્યારી છે. ભગવાન શ્રી રામ અને ભગવાન સ્વામીનારાયણ, હનુમાનજી, ભગવાન મહાવીરની જન્મજયંતી આજ માસમાં આવે છે. પુષ્ટિમાર્ગના સમર્થ આચાર્ય શ્રી વલ્લભાચાર્યજીનો પ્રાકટય ઉત્સવ પણ આ જ માસમાં આવે છે.

 

9 Forms of Goddess Worshipped in Navratri


નવરાત્રીના 9 દિવસ અને નવદુર્ગાના સ્વરૂપો | 9 Forms of Goddess Worshipped in Navratri

  1. Shailaputri → શૈલપુત્રી

  2. Brahmacharini → બ્રહ્મચારિણી

  3. Chandraghanta → ચંદ્રઘંટા

  4. Kushmanda → કુષ્માંડા

  5. Skandamata → સ્કંદમાતા

  6. Katyayani → કાત્યાયની

  7. Kalaratri → કાળરાત્રી

  8. Mahagauri → મહાગૌરી

  9. Siddhidatri → સિદ્ધિદાત્રી

 

ચૈત્રી નવરાત્રી અને શારદીય નવરાત્રીમાં શું ફરક છે? | Difference Between Chaitra Navratri and Sharad Navratri

હિંદુ ધર્મમાં ચૈત્રી નવરાત્રી અને શારદીય નવરાત્રી બંને માતા દુર્ગાની ઉપાસનાને સમર્પિત મહત્વપૂર્ણ તહેવારો છે. છતાં બંને નવરાત્રિઓના સમય, ઉજવણીની રીત અને ધાર્મિક માન્યતાઓમાં થોડો ફરક જોવા મળે છે.

  • સમયનો ફરક
ચૈત્રી નવરાત્રી ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં ઉજવાય છે, જે સામાન્ય રીતે માર્ચ અથવા એપ્રિલ મહિનામાં આવે છે અને વસંત ઋતુની શરૂઆત દર્શાવે છે. જ્યારે શારદીય નવરાત્રી આસો મહિનાના શુક્લ પક્ષમાં ઉજવાય છે, જે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં આવે છે અને શરદ ઋતુ દરમિયાન ઉજવાય છે.

  • ઉજવણીની રીત
ચૈત્રી નવરાત્રી દરમિયાન ભક્તો મુખ્યત્વે ઉપવાસ, જાપ, પાઠ અને માતાજીની પૂજા કરે છે. બીજી તરફ શારદીય નવરાત્રીમાં પૂજા સાથે સાથે ગરબા, ડાંડીયા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને મોટા પાયે ઉજવણી થાય છે. ખાસ કરીને ગુજરાતમાં શારદીય નવરાત્રી ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે.

  • ધાર્મિક માન્યતાઓ
ચૈત્રી નવરાત્રીને આધ્યાત્મિક સાધના અને નવા વર્ષની શરૂઆત સાથે જોડવામાં આવે છે. આ નવરાત્રીનો અંતિમ દિવસ ભગવાન શ્રીરામના જન્મોત્સવ તરીકે રામ નવમી તરીકે ઉજવાય છે. જ્યારે શારદીય નવરાત્રીમાં માતા દુર્ગાએ મહિષાસુર પર વિજય મેળવ્યો હતો તે પ્રસંગનું સ્મરણ કરવામાં આવે છે અને દશેરા સાથે તેનું સમાપન થાય છે.

ચૈત્રી નવરાત્રી પૂજા વિધિ | Chaitra Navratri Puja Vidhi


ચૈત્રી નવરાત્રી પૂજા વિધિ | Chaitra Navratri Puja Vidhi

ચૈત્રી નવરાત્રી દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવ દિવસ સુધી ભક્તિપૂર્વક પૂજા, જાપ અને ઉપવાસ કરીને માતાજીની કૃપા મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. નીચે ચૈત્રી નવરાત્રીની સરળ પૂજા વિધિ સ્ટેપ-બાય-સ્ટેપ આપવામાં આવી છે.

  • કલશ સ્થાપના કેવી રીતે કરવી

નવરાત્રીના પ્રથમ દિવસે શુભ મુહૂર્તમાં કલશ સ્થાપના (ઘટસ્થાપના) કરવામાં આવે છે. સૌથી પહેલા પૂજાના સ્થળને ગંગાજળથી શુદ્ધ કરવું. પછી બાજઠ પર લાલ કપડું પાથરી તેમાં થોડું ઘઉં અથવા જવ પાથરવું. ત્યારબાદ માટીનો અથવા તાંબાનો કલશ લઈ તેમાં પાણી ભરી કંકુ, ચોખા, સોપારી અને સિક્કો મૂકવો. કલશના મોઢા પર આમના પાંચ પાન મૂકી તેના ઉપર શ્રીફળ રાખવું અને નાડાછડી બાંધી સ્થાપના કરવી. પછી માતાજીની મૂર્તિ અથવા ફોટો રાખીને દીવો પ્રગટાવી પૂજા શરૂ કરવી.


  • પૂજા સામગ્રી યાદી

ચૈત્રી નવરાત્રીની પૂજા માટે કેટલીક જરૂરી સામગ્રી રાખવી જોઈએ. તેમાં કલશ, ગંગાજળ, લાલ કપડું, કંકુ, ચોખા, હળદર, સોપારી, નાડાછડી, આમના પાન, શ્રીફળ, ફૂલ, અગરબત્તી, ઘીનો દીવો, ફળ અને પ્રસાદનો સમાવેશ થાય છે. આ સામગ્રીથી માતાજીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે.


  • આરતી અને મંત્ર

પૂજા દરમિયાન માતા દુર્ગાના મંત્રો અને આરતી કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને નીચેનો મંત્ર જાપ કરવામાં આવે છે:  ૐ ઐં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચે”

આ મંત્રનો જાપ કરીને માતાજીને ફૂલ અને પ્રસાદ અર્પણ કરવો. અંતમાં જય અંબે ગૌરી” જેવી આરતી ગાઈ માતાજીની આરાધના કરવી. ભક્તિ અને શ્રદ્ધાથી કરેલી આ પૂજા ભક્તોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.


ચૈત્રી નવરાત્રી કુંભ સ્થાપના વિધિ અને શુભ મુહૂર્ત |  Chaitra Navratri Kalash Sthapana Vidhi


ચૈત્રી નવરાત્રી કુંભ સ્થાપના વિધિ અને શુભ મુહૂર્ત |  Chaitra Navratri Kalash Sthapana Vidhi

હિંદુ માન્યતાઓ અનુસાર ચૈત્ર સુદ એકમના દિવસે સૃષ્ટિનો આરંભ થયો હતો. જ્યારે દુનિયામાં મુશ્કેલીઓ અને આફતો આવે છે ત્યારે માતા શક્તિની આરાધના કરવામાં આવે છે. સમગ્ર વિશ્વનું સંચાલન માતા ભગવતી કરે છે, તેથી આદ્યશક્તિની ઉપાસના માટે ચૈત્રી નવરાત્રીનો સમય અત્યંત પવિત્ર માનવામાં આવે છે. નવ દિવસ સુધી માતાના નવ સ્વરૂપોની પૂજા કરીને વિશ્વ અને માનવજાતના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવે છે.

ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીની કુંભ સ્થાપના (ઘટસ્થાપના) કરવામાં આવે છે. આ દિવસ માતા મહાશક્તિની આરાધનાનો પ્રારંભ માનવામાં આવે છે અને ભક્તો પોતાના ઘર અને મંદિરમાં વિધિપૂર્વક કુંભ સ્થાપન કરે છે.

શુભ મુહૂર્ત:

કળશ સ્થાપન માટેનો પહેલો શુભ સમય સવારે 6:52 થી 7:43 સુધીનો રહેશે. બીજો શુભ સમય, અભિજીત મુહૂર્ત, બપોરે 12:૦5 થી 12:53 સુધીનો રહેશે.


કુંભસ્થાપનની રીત

કુંભ સ્થાપના કરતા પહેલા સ્થળને ગંગાજળથી શુદ્ધ કરવું અને કપૂર પ્રગટાવી આસપાસનું વાતાવરણ પવિત્ર બનાવવું. ત્યારબાદ એક બાજઠ પર લાલ રંગનું કપડું પાથરી માતા ભગવતીની પ્રતિમા સ્થાપિત કરવી. બાજઠ પર નવ ઢગલીઓ બનાવી તેમાં નવ સોપારી મૂકી માતાજીના નવ સ્વરૂપોની સ્થાપના કરવી.

ઘઉંની ઢગલી પર માતાજીની મૂર્તિ સ્થાપિત કરીને વિવિધ રંગના દોરા માતાજીને અર્પણ કરવામાં આવે છે. બાજઠની બાજુમાં અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે. ત્યારબાદ માટીમાં પાંચ ધાન્ય અને ગંગાજળ મિશ્રિત કરીને તેમાં કુંભ સ્થાપિત કરવામાં આવે છે.

કુંભમાં પાણી, સોપારી, સવા રૂપિયો, હળદર વગેરે મૂકવામાં આવે છે. ત્યારબાદ કુંભના ગળા પર નાડાછડી બાંધી તેના ઉપર શ્રીફળ અને ચૂંદડી બાંધી સ્થાપના કરવામાં આવે છે. નવ દિવસ સુધી આ કુંભનું પૂજન કરવામાં આવે છે.

ભક્તિ અને શ્રદ્ધાથી કરવામાં આવેલી માતા જગદંબાની આરાધના ભક્તોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. શ્રદ્ધાપૂર્વક કરેલી પૂજાને માતા જગદંબા હંમેશા સ્વીકાર કરે છે અને પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે.

  • સાત પ્રકારના ધાન્ય એકત્ર કરવું.
  • ખેતરની માટી લાવી તેમાં પાણી છાંટવું.
  • આ વિધિ દરમિયાન નવર્ણ મંત્રનો જાપ કરવો: હ્રીં દુર્ગાયૈ નમઃ”
  • જમીનને ગંગાજળથી શુદ્ધ કરીને માટી મૂકવી.
  • સાત ધાન્ય મૂકી તેમાં પાણી છાંટવું.
  • કુંભ પર તિલક કરીને તેમાં પાણી ભરવું.
  • હળદર અને વિવિધ પાન મૂકવા.
  • કુંભ પર માતાજીની ચૂંદડી મૂકવી.
  • પૂજન સામગ્રી પર ગંગાજળ છાંટવું.

નવ દિવસની પૂજા

  • નવ દિવસ સુધી કુંભમાં માતાજીનું પૂજન કરવું.
  • ચૈત્રી નવરાત્રિમાં રાત્રે માતાજીની પૂજા કરવી.
  • નવદુર્ગાની કૃપા માટે બાળિકા પૂજન કરવું.
  • બાજોઠ પર લાલ વસ્ત્ર પાથરી માતાજીની મૂર્તિ/છબી સ્થાપિત કરવી.
  • નવ દિવસ દીવો પ્રગટાવી પૂજન કરવું.
  • શક્ય હોય તો અખંડ દીવો રાખવો.
મંત્ર જાપ
  • નવર્ણ મંત્રનો સવા લાખ જાપ કરી શકાય.
  • કુળદેવીના મંત્રનો પણ જાપ કરી શકાય.
  • નવ શક્તિઓનું અનુષ્ઠાન પણ કરી શકાય.
દીવાના નિયમ
  • માતાજીની ડાબી બાજુ તેલનો દીવો કરવો.
  • જમણી બાજુ ઘીનો દીવો કરવો.
  • માત્ર ઘીનો દીવો પણ કરી શકાય.
  • જમીન પર ઘઉં પાથરી તેમાં અખંડ દીવો રાખવો.

દીવાના જ્યોતમાં જગદંબાનો વાસ માનવામાં આવે છે અને જીવનમાં દેવીની કૃપા વરસે છે.

ચૈત્રી નવરાત્રીમાં કુંભ સ્થાપનનું વિસર્જન કેવી રીતે કર | Chaitra Navratri Kalash Visarjan


ચૈત્રી નવરાત્રીમાં કુંભ સ્થાપનનું વિસર્જન કેવી રીતે કરવું | Chaitra Navratri Kalash Visarjan

ઘર ઘરમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના થાય છે. પરંતુ છેલ્લે દિવસે માતાજીનું વિસર્જન કેવી રીતે કરવું તેની યોગ્ય વિધિ જાણવી જરૂરી છે. કહેવામાં આવે છે કે માતાજી ગજરાજ પર બેસીને વિદાય લે છે અને ભક્તોના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે.

  • વિસર્જનની વિધિ

કુંભ સ્થાપન કરતાં પહેલાં જે વિધિ કરવામાં આવે છે, તે મુજબ જ અંતિમ દિવસે વિસર્જન કરવું જોઈએ.

  • છેલ્લે દિવસે માતાજી પાસે ક્ષમા માંગવી.
  • પૂજા દરમિયાન થયેલી કોઈ પણ ભૂલ માટે માફી માંગવી.
  • વિસર્જન સમયે ખાંડયુક્ત દૂધ માતાજીને અર્પણ કરવું.
  • સુખડી કે લાપસીનો નૈવેદ્ય માતાજીને અર્પણ કરવો.
  • માતાજીના નવર્ણ મંત્રની એક માળા કરવી.

            મંત્ર: “ હ્રીં ક્રીં ચામુંડાયૈ વિચ્ચે ”

            આ મંત્રનો જાપ કરીને માતાજી પાસે ક્ષમા માંગવી.

  • ક્ષમા પ્રાર્થના મંત્ર

આવાહનં ન જાણામિ, ન જાણામિ વિસર્જનમ્।
પૂજા ચૈવ ન જાણામિ, ક્ષમસ્વ પરમેશ્વરી॥”

આ શ્લોક માતાજી સમક્ષ પાઠ કરવો. પછી માતાજીને વિદાય આપવી.

  • લાલ રંગના અક્ષત (ચોખા) લઈને માતાજીને અર્પણ કરવું.

મંત્ર:
ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ સ્વસ્થાનં પરમેશ્વર।
યત્ર બ્રહ્માદયો દેવાસ્તત્ર ગચ્છ હુતાશન॥”

આ મંત્ર બોલીને માતાજી પર અક્ષત અર્પણ કરવા. ત્યારબાદ સૌના રક્ષણ માટે માતાજીને પ્રાર્થના કરવી અને કલ્યાણ માટે પ્રાર્થના કરવી. પછી પૂજાની તમામ સામગ્રીનું ધ્યાનપૂર્વક વિસર્જન કરવું.

  • પૂજાની સામગ્રી જમીનમાં વિસર્જિત કરવી.
  • પૂજાનું જળ પણ જમીનમાં અર્પણ કરવું.

આ રીતે વિસર્જન કરવાથી ભૂમિ પવિત્ર બને છે.

ચૈત્રી નવરાત્રી વ્રતના નિયમો | Chaitra Navratri Fasting Rules


ચૈત્રી નવરાત્રી વ્રતના નિયમો | Chaitra Navratri Fasting Rules

ચૈત્રી નવરાત્રી દરમિયાન ઘણા ભક્તો માતા દુર્ગાની કૃપા મેળવવા માટે નવ દિવસ સુધી વ્રત અને ઉપવાસ રાખે છે. આ દિવસોમાં શરીર અને મનની પવિત્રતા જાળવી ભક્તિપૂર્વક પૂજા, જાપ અને આરાધના કરવી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વ્રત દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવું શુભ માનવામાં આવે છે.

  • વ્રત કેવી રીતે રાખવું

નવરાત્રીના પ્રથમ દિવસે કલશ સ્થાપના કરીને માતાજીની પૂજા સાથે વ્રતનો સંકલ્પ લેવો. ભક્તો પોતાની શ્રદ્ધા મુજબ એક સમય ફળાહાર કરે છે અથવા આખો દિવસ ઉપવાસ રાખે છે. નવ દિવસ સુધી નિયમિત રીતે માતાજીની પૂજા, આરતી અને મંત્રજાપ કરવો જોઈએ. સાથે જ ક્રોધ, નકારાત્મક વિચાર અને અશુદ્ધિથી દૂર રહેવું જોઈએ.

  • ઉપવાસ દરમિયાન શું ખાવાનું 

ઉપવાસ દરમિયાન ફળ, દૂધ, દહીં, મખાણા, શિંગદાણા, રાજગરો, સામો, બટાકા, શક્કરિયા અને સૂકા મેવો ખાઈ શકાય છે. સિંઘાડા અથવા રાજગરાના લોટથી બનેલી વાનગીઓ પણ ખાઈ શકાય છે. સાબુદાણા ખીચડી, ફળાહાર અને દૂધથી બનેલા ખોરાકનો ઉપયોગ ઉપવાસમાં સામાન્ય રીતે કરવામાં આવે છે.

  • શું ન ખાવું

નવરાત્રીના ઉપવાસ દરમિયાન સામાન્ય અનાજ જેમ કે ઘઉં, ચોખા, દાળ, મસાલેદાર ખોરાક અને માંસાહારથી દૂર રહેવું જોઈએ. ડુંગળી અને લસણનો ઉપયોગ પણ ટાળવો. સાથે જ આલ્કોહોલ અને તંબાકુ જેવી વસ્તુઓનો સંપૂર્ણ પરહેજ કરવો જોઈએ. આ નિયમોનું પાલન કરીને ભક્તો ભક્તિપૂર્વક માતાજીની આરાધના કરે છે.

Top of Form

 નવરાત્રિ દરમિયાન ધ્યાન રાખવું

  • અનુષ્ઠાન દરમિયાન ખરાબ શબ્દો ન બોલવા.
  • ક્રોધ ન કરવો.
  • નવ દિવસ માતાજીના મંત્રનો જાપ કરવો.
  • વિવિધ રંગોના પુષ્પ માતાજીને અર્પણ કરવું.


ચૈત્રી નવરાત્રી વ્રત કથા | Chaitra Navratri Vrat Katha

નવરાત્રીનો મુખ્ય સંદેશ સારા પર ખરાબની જીત છે. માતા દુર્ગાએ પોતાની શક્તિથી દુષ્ટ શક્તિઓનો નાશ કરીને સૃષ્ટિમાં શાંતિ સ્થાપિત કરી. આ કારણે નવરાત્રી ભક્તિ, શક્તિ અને સકારાત્મકતાનો પ્રતિક માનવામાં આવે છે.

ભક્તિપૂર્વક માતા દુર્ગાની પૂજા, જાપ અને ઉપવાસ કરવાથી માતાની કૃપા પ્રાપ્ત થાય છે. માન્યતા મુજબ માતા દુર્ગા પોતાના ભક્તોના દુઃખ દૂર કરીને તેમને સુખ, સમૃદ્ધિ અને શક્તિનો આશીર્વાદ આપે છે. તેથી ચૈત્રી નવરાત્રીને આધ્યાત્મિક શક્તિ મેળવવાનો વિશેષ સમય માનવામાં આવે છે.


ચૈત્રી નવરાત્રીમાં ખાવાનું | Navratri Fasting Food List

ચૈત્રી નવરાત્રી દરમિયાન ઘણા ભક્તો માતા દુર્ગાની આરાધના સાથે ઉપવાસ રાખે છે. આ દિવસોમાં સામાન્ય અનાજના બદલે ફળાહાર અને ઉપવાસ માટે યોગ્ય ખોરાક લેવામાં આવે છે. યોગ્ય આહારથી શરીરને ઊર્જા મળે છે અને ઉપવાસ સરળતાથી પૂર્ણ કરી શકાય છે.
  • ફળાહાર
નવરાત્રીના ઉપવાસ દરમિયાન વિવિધ પ્રકારના ફળ ખાઈ શકાય છે. જેમ કે કેળા, સફરજન, પપૈયા, દાડમ, દ્રાક્ષ વગેરે. ઉપરાંત દૂધ, દહીં, છાસ અને સૂકા મેવો જેમ કે બદામ, કાજુ અને અખરોટ પણ લઈ શકાય છે. ફળાહાર શરીરને જરૂરી પોષણ અને ઊર્જા આપે છે.
  • ઉપવાસ વાનગીઓ
ઉપવાસ દરમિયાન ઘણી ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે. જેમ કે બટાકાની શાક, સાબુદાણા ખીચડી, સાબુદાણા વડા, મખાણા કઢી, રાજગિરા લોટની પુરી અથવા પરાઠા. આ વાનગીઓ સ્વાદિષ્ટ હોવા સાથે ઉપવાસ માટે યોગ્ય માનવામાં આવે છે.
  • સાબુદાણા, રાજગિરા, શિંગોડા
નવરાત્રીમાં સાબુદાણા ખૂબ લોકપ્રિય ઉપવાસ ખોરાક છે, જેમાંથી ખીચડી, ખીર અથવા વડા બનાવવામાં આવે છે. રાજગિરા લોટથી પુરી, લાડુ અથવા શીરો બનાવી શકાય છે. શિંગોડા (સિંઘાડા)ના લોટથી પણ વિવિધ ઉપવાસ વાનગીઓ તૈયાર થાય છે, જે શરીરને શક્તિ આપે છે અને ઉપવાસ દરમિયાન પોષણ પૂરું પાડે છે.

ચૈત્રી નવરાત્રીના લાભ | Benefits of Celebrating Chaitra Navratri


ચૈત્રી નવરાત્રીના લાભ | Benefits of Celebrating Chaitra Navratri

  • આધ્યાત્મિક લાભ
  • માનસિક શાંતિ
  • ઘરનું સુખ અને સમૃદ્ધિ

આ માસમાં લીમડાના કૂણાં પાન(મોર)નો રસ કાઢીને પીવાનો રિવાજ છે. મંદિરોમાં પણ આ રસ પ્રસાદીરૂપે મળે છે. આરોગ્યની દ્રષ્ટિએ આખું વર્ષ ગળ્યું, શિયાળામાં વસાણાં ખાધાં બાદ આ ગળ્યાનો મારક કડવો રસ છે. જીવનના તમામ રસોમાં કડવો રસ જરુરી છે. આ લીમડાનો રસ ચૈત્ર માસમાં પીવાથી બારેમાસ આરોગ્ય સારું રહે છે. જીવનને નીરોગી રાખે છે. આ ધર્મ સાથે વૈજ્ઞાનિક પ્રયોગ છે. ચૈત્ર માસને સંસ્કૃતમાં ‘માધવ માસ’ કહેવામાં આવે છે. મા એટલે આધિદૈવિક લક્ષ્મી ધવ લક્ષ્મીના પતિનો માસ. ચૈત્ર એટલે મેષ સંક્રાંતિનું વર્ષ. ચૈત્ર એટલે ચૈત્રી નવરાત્રિ અને સંવત્સરોત્સવ !

ચૈત્રી નવરાત્રી કેવી રીતે ઉજવવામાં આવે છે? | How Chaitra Navratri is Celebrated in India


ચૈત્રી નવરાત્રી કેવી રીતે ઉજવવામાં આવે છે? | How Chaitra Navratri is Celebrated in India

ચૈત્રી નવરાત્રી ભારતમાં માતા દુર્ગાની આરાધનાનો પવિત્ર ઉત્સવ છે. આ નવ દિવસ દરમિયાન ભક્તો પૂજા, ઉપવાસ, જાપ અને ધાર્મિક કાર્યક્રમો દ્વારા માતાની ભક્તિ કરે છે. ઘણા મંદિરોમાં ખાસ પૂજા અને ભક્તિ કાર્યક્રમો યોજાય છે, જ્યારે ઘરોમાં પણ ભક્તિભાવથી માતાજીની આરાધના કરવામાં આવે છે.
 
  • મંદિર પૂજા
ચૈત્રી નવરાત્રી દરમિયાન દેશભરના મંદિરોમાં માતા દુર્ગાની વિશેષ પૂજા અને આરતી કરવામાં આવે છે. ભક્તો વહેલી સવારે અને સાંજે મંદિરમાં જઈ માતાજીના દર્શન કરે છે અને ફૂલ, પ્રસાદ અને દીવો અર્પણ કરે છે.
 
  • ભક્તિ કાર્યક્રમો
આ નવ દિવસ દરમિયાન અનેક સ્થળોએ ભજન-કીર્તન, જાગરણ અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભક્તો ભજન ગાઈને અને મંત્રજાપ કરીને માતાજીની ભક્તિ કરે છે. કેટલાક સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે.
 
  • ધાર્મિક પરંપરાઓ
ચૈત્રી નવરાત્રીમાં ભક્તો ઉપવાસ રાખે છે, કલશ સ્થાપના કરે છે અને નવ દિવસ સુધી માતાના નવ સ્વરૂપોની પૂજા કરે છે. નવમો દિવસ ભગવાન શ્રીરામના જન્મોત્સવ તરીકે રામ નવમી તરીકે ઉજવવામાં આવે છે. આ રીતે ચૈત્રી નવરાત્રી ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો પવિત્ર તહેવાર બની રહે છે.
 

ચૈત્રી નવરાત્રી સાથે જોડાયેલા મહત્વના તહેવારો | Festivals Associated with Chaitra Navratri

ચૈત્રી નવરાત્રી દરમિયાન માતા દુર્ગાની ઉપાસના સાથે કેટલાક મહત્વપૂર્ણ ધાર્મિક તહેવારો પણ ઉજવવામાં આવે છે. આ નવ દિવસના પવિત્ર ઉત્સવનો સૌથી મહત્વનો તહેવાર રામ નવમી છે, જે નવરાત્રીના નવમા દિવસે ઉજવાય છે. આ દિવસને ભગવાન શ્રીરામના જન્મોત્સવ તરીકે માનવામાં આવે છે.

રામ નવમી હિંદુ ધર્મનો ખૂબ પવિત્ર તહેવાર છે. માન્યતા મુજબ આ દિવસે અયોધ્યામાં ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. આ પ્રસંગે મંદિરોમાં વિશેષ પૂજા, ભજન-કીર્તન અને રામાયણ પાઠ કરવામાં આવે છે. ભક્તો ઉપવાસ રાખીને ભગવાન રામની આરાધના કરે છે અને સત્ય, ધર્મ અને ન્યાયના માર્ગ પર ચાલવાની પ્રેરણા મેળવે છે.

ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ- નવ દિવસ મા ગાયત્રીની ઉપાસના કરવાના શ્રેષ્ઠતમ દિવસો પણ ગણાય છે. અનુષ્ઠાન કરવા માટે ચૈત્ર નવરાત્રિને વધુ પસંદ કરાય છે. કારણ કે ચૈત્ર નવરાત્રિમાં કરેલ અનુષ્ઠાન અનેકગણું ફળ આપે છે.


Tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top