શામળાજી મંદિરનો મહિમા: અરવલ્લીની ગોદમાં આવેલું શ્રી કૃષ્ણનું અતિ પાવન ગદાધર ધામ

ingujarati
0

અરવલ્લીની ડુંગરમાળા વચ્ચે નિર્મિત આ છે શામળાજીનું અતિ પાવન ધામ. જ્યાં દર્શન થાય છે શ્રી કૃષ્ણના ગદાધર સ્વરુપના... ગુજરાતના આ કલ્યાણકારી મંદિરનો મહિમા તો વિશ્વભરમાં ફેલાયેલો છે. અહિં પધારતા ભક્તોમાં ઉમંર ધર્મ કે જાતિનો કોઈ ભેદ નથી. કુદરતના ખોળે આવેલુ આ શામળાજી ધામ ભક્તો માટે કૃષ્ણકૃપા મેળવવાનું પવિત્ર માધ્યમ બન્યુ છે. 


શામળિયાનું આ મંદિર ઉત્તરાભિમુખ છે. કહેવાય છે કે શામળિયાનું આ સ્થાનક દસમા કે અગિયારસમાં દાયકામાં બનાવાયુ હશે. મંદિર પરિસરમાં પ્રવેશતા જ આ ભવ્ય કૃષ્ણ મંદિરની કલા કોતરણી પર દ્રષ્ટિ જાય.. ચૌલુક્ય શૈલીની આ કોતરણી અન્ય કૃષ્ણ મંદિરો કરતા આ ધામનો અનન્ય બનાવે છે.. આ શિલ્પશ્રેણીઓમાં મહાભારત અને રામાયણના પ્રસંગો ઈન્દ્ર, અજ્ઞિ, વરુણ, શિવ, ગણેશ ઉપરાંત સરસ્વતી, ઈન્દ્રાણી વગેરેની મૂર્તિઓ જોવા મળે છે. 


મંદિરનું શિખર ઉપર તરફ જતાં નાનું થતું જાય છે. આ શિખરને ત્રણ ઉરુશૃંગો છે જેના અગ્નિ ખૂણે ધ્વજ મૂકવામાં આવ્યો છે. મંદિર મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેચાયેલું છે. ૧. સભાખંડ, ૨. અંતરાલ અને ૩. ગર્ભદ્વાર. જ્યાં શામળિયાનો વાસ છે જ્યાં કૃષ્ણની હાજરી અનુભવાય છે જ્યાં હરિભક્તો માધવની ભક્તિમાં લીન બને છે, એવા આ શામળાજી સ્થાનકની પવિત્રતા અને ભવ્યતા યુગોથી તમામ હરિભક્તોના મનમાં અનન્ય સ્થાન ધરાવે છે


ભગવાન કૃષ્ણનું એક પવિત્ર સ્વરુપ છે જગન્નાથનું અને એવુ જ કલ્યાણકારી રુપ છે શામળાજીનું.. જી હા, અરવલ્લીના આ શામળાજી મંદિરમાં ભગવાનના દર્શન માત્રથી ભક્તોના સઘળા દુખ દૂર થાય છે. આ ધામની પોરાણિક્તાની વાત કરીએ તો લગભગ 10 કે 11મા સૈકામાં ચૌલુક્ય શૈલીના આ કૃષ્ણ મંદિરનું નિર્માણ થયુ હતુ. ત્રણ ભાગમાં વહેંચાયેલા આ મંદિરના ગર્ભગૃહમાં ચતુર્ભૂજ શામળાજીની અલૌકિક પ્રતિમા સ્થાપિત છે. આ પ્રાચીન ધામમાં પ્રવેશતા જ મનને અપાર શાંતિનો અનુભવ થાય છે.


શામળાજીમાં મેશ્વો નદીના કિનારા પર આવેલાં આ  શામળાજી ધામનો ઉલ્લેખ પુરાણોમાં ગદાધાર ક્ષેત્ર તરીકે  કરાયો છે. તે ભગવાન કૃષ્ણના નામ (શામળશા શેઠ) ઉપરથી પડયું છે. ભક્ત નરસિંહ મહેતાની નિરંજન આરાધનાથી કૃષ્ણ પ્રસન્ન થઈ શામળશાના રુપે તેમની હુંડી સ્વીકારે છે.. તેથી આ ધામમાં કૃશ્ણ શામળશા શેઠ તરીકે પૂજાય છે અને તેથી જ આ સ્થાનક આજે શામળાજીના નામે જગવિખ્યાત બન્યુ છે. મંદિરના તોરણવાળા પ્રવેશદ્વારની સામે જ ગર્ભદ્વાર અને તેની સામે જ દેવમૂર્તિની રચના કરવામાં આવેલી છે. જે લગભગ ૧૩૦ સે.મી. જેટલી ઉંચી છે. આ ચતુર્ભૂજ વિષ્ણુપ્રતિમાની સામે ગરુડમૂર્તિ આવેલી છે. ત્રિદેવમાં જેને સંસારના સંચાલક કહેવાયા છે એવા શ્રી કૃશ્ણના આ અતિ કલ્યાણકારી સ્વરુપની સામે જ તેમના વાહન ગરુડજીની પણ પ્રતિમા સ્થાપિત છે. 


વિશ્વભરમાંથી આવતા ભક્તો અહિં પ્રભુના દર્શન પહેલા ગરુડજી સમક્ષ વંદન કરે છે, ગરુડજીના કાનમાં પોતાની મનોકામના કહે છે, એ જ આશાએ કે ગરુડજી તેમની પ્રાર્થના પ્રભુને જણાવશે અને શામળાજી ભગવાન તેમના પર કૃપા વરસાવશે.. અહિં ગર્ભગૃહમાં શ્રી કૃષ્ણનું ચતુર્ભૂજ એટલે કે પૂર્ણ સ્વરુપના પ્રતિમા સ્થાપિત છે.


શ્યામ પાષાણમાંથી નિર્મિત ગદાધરની આ સુંદર પ્રતિમા ભક્તો પર અમીદ્રષ્ટિ વરસાવે છે. હાથમાં ગદા ચક્ર પુષ્પ ધારણ કરી શામળાજી ભગવાન સમક્ષ ભક્તો અનન્ય આસ્થાથી નતમસ્તક થાય છે. કૃષ્ણનું આવુ કલ્યાણકારી સ્વરુપ અન્ય ક્યાંય જોવા નથી મળતુ. આ એ જ પૂર્ણ સ્વરુપ છે જેણે મહાભારતના યુદ્ધમાં અર્જુનને ગીતા જ્ઞાન આપ્યુ હતુ..


શામળાજી ધામમાં થતી કૃષ્ણ આરતીના સમયે તો અહિં પવિત્રતા અને દિવ્યતાની અનુભૂતિ સૌ કોઈને થાય છે. તાલીઓના તાલે ભક્તોના મુખ પર માત્ર કૃષ્ણનુ નામ રમે છે.. શામળાજીની આરતીમાં હાજરી આફવી એ ભક્તો માટે જીવનનો સૌથી ધન્ય પ્રસંગ બની જાય છે. 


Tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top