મા ભુવનેશ્વરી મંદિર ગુંજા: મહેસાણાનું અતિ પ્રાચીન અને ચમત્કારિક શક્તિપીઠ

ingujarati
0

મા ભુવનેશ્વરી એટલે સમસ્ત સંસારનાં ઐશ્વર્યની સ્વામિની...મા ભુવનેશ્વરી માઈ ભક્તિનો સુખ સુવિધા અને ઐશ્વર્યનાં આશીર્વાદ પ્રદાન કરનારી છે..ત્યારે મહેસાણા જીલ્લાનાં વિસનગર તાલુકાનાં ગુંજા ગામનાં સીમાડાની મધ્યે બિરાજમાન મા ભુવનેશ્વરીનું મંદિર ખુબ જ પ્રાચીન અને ચમત્કારિક મંદિર છે... આ મંદિરમાં ભક્તો ખુબ જ આસ્થા ધરાવે છે..માત્ર મહેસાણા જિલ્લાનાં જ નહીં પરંતુ દેશનાં ખુણે ખુણેથી માનાં આ સ્વરુપનાં દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે...તો અનેક ભક્તોને મા ભુવનેશ્વરીએ અનેક પરચા આપ્યા હોવાનું પણ માઈભક્તો કહે છે.

પ્રાચીન વિરાસત અને સાંસ્ક્રુતિક વારસો ધરાવતા ગુંજા ગામની સ્થાપનાને આશરે 1100 વર્ષ થયા છે..આ ધામમાં વર્ષોથી એક ઉપવાસની પ્રથા ચાલતી આવે છે જેમાં ભક્તો મા ભુવનેશ્વરી પ્રત્યેની પોતાની આસ્થા ઉપવાસ રાખીને વ્યક્ત કરે છે...જેમાં કોઈનાં ઘરમાં માની દયાથી સંતાન આવે કે પછી કોઈ લગ્નવાંચ્છુકનાં માનતા પ્રમાણે લગ્ન થાય તો તે ઉપવાસ રાખીને મંદિરમાં સવારથી સાંજ સુધી બેસે છે...અને આખો દિવસ માત્ર જળ ગ્રહણ કરીને રાત્રિનાં સમયે નિચે જમીન પર શયન કરે છે...તો માતાજીની તિથી આઠમનાં દિવસે સવારે ફળાહાર કરીને આખો દિવસ ભુખ્યા રહીને મા ભુવનેશ્વરીનું નામ સ્મરણ કરે છે.

400 વર્ષ જૂનું મા મહાકાળી મંદિર જાગૃત અને અતિ શક્તિશાળી શક્તિપીઠ


આ મંદિરની ખાસ વાત છે દર વર્ષે યોજાતો  પલ્લીનો મહોત્સવ .. આ પ્રસંગે મોટા પ્રમાણમા માનવ મહેરામણ આ સ્થાનકે  ઉમટી પડતો હોય છે. તો  આસો સુદ આઠમના રોજ માતાજીની પલ્લી અને લોક મેળો યોજાય છે જેનો લાભ લેવા પણ ભક્તો શ્રધ્ધાપુર્વક દર્શન કરવા આવે છે .જ્યારે પૂજારીનાં ઘરેથી માતાજીની પલ્લી નિકળે છે...ત્યારે આ ભક્તિનો માહોલ જોવા મળે છે...આ પલ્લીની પાછળ સંતાન ઈચ્છુક શ્રધ્ધાળુ બહેનો પલ્લીની પાછળ માતાજીની આજીજી કરતી નીજ મંદિરના દ્વાર સુધી જાય છે ..જે વખતે રસ્તામા કે માતાજીના પરીસરમાં જે સ્ત્રીને ખંડ મળે છે તેના ધરે અવસ્ય પારણુ બંધાય છે..તો ભુવનેશવરી માતાનું મંદિર છે એ ચમત્કારિક મંદિર છે અને ભકતો અહિં દર્શન કરીને પોતાની મનોકામના પુર્ણ થઈ હોવાનો અનુભવ કરે છે.

અરવલ્લીની ગોદમાં આવેલું શ્રી કૃષ્ણનું અતિ પાવન ગદાધર ધામ

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top