સિદ્ધનાથ મહાદેવ ઓલપાડ: પ્રાચીન શિવ મંદિર અને ભક્તિની આસ્થાનો કેન્દ્ર

ingujarati
0
વાત કરીએ દેવોના દેવ મહાદેવની. ઓલપાડ તાલુકાના સરસ ગામે અતિ પ્રાચીન અને ઐતિહાસીક સિદ્ધનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર સાથે અનેક દંત કથાઓ જોડાયેલી છે. 
સિદ્ધનાથ મહાદેવ મંદિર ઓલપાડ – સ્વયંભૂ શિવલિંગ અને પૌરાણિક ઇતિહાસ

હેડંબા વન અને ગોકર્ણ ઋષિનો આશ્રમ

હેડંબા વનનો આ વિસ્તાર અને દરિયા કિનારે આવેલા આ વિસ્તારમાં ગોકર્ણ ઋષિનો આશ્રમ આવેલો હતો અને આશ્રમની ગાયો આ જગ્યા પર ઘાસ ચરવા માટે આવતા હતા.

ગાય દ્વારા સ્વયંભૂ શિવલિંગની ઓળખ

ગાયોના ટોળામાંથી એક ગાય નિત્ય અલગ થઇ જતી ટેકરી પર ઉભી રહી એક જગ્યા પર અવિરત આચળ માંથી દુધની ધારા વહેરાવતી હતી. આ દ્રશ્ય ગોપાલકો એ જોયા અને તેમણે ગોકર્ણ ઋષિને આ વાતની જાણ કરી અને ગોકર્ણ ઋષિએ પોતાની અંતર મનથી જોયું તો જમીનમાં શિવલિંગ હતું. ગોકર્ણ ઋષિએ એ જગ્યા પર તપ કર્યું અને તેમના તપોબળથી આ શીવલિંગ જમીનમાંથી સ્વયભૂ પ્રગટ થયુ.


લુંટારાઓનો હુમલો અને ભમરાઓનો ચમત્કાર

કહેવાય છે કે રાજા મહારાજાના સમયમાં લુટારાઓના ત્રાસથી રાજાઓ પોતાના રાજ્યનો ખજાનો શિવ મંદિરમાં છુપાવી દેતા હતા. આથી વરસો પહેલા લુંટારાઓની નજર આ સિદ્ધનાથ મહાદેવ મંદિર પર પડી હતી. ગાયકવાડના સમયના આ મંદિરમાં શિવલિંગ નીચે મોટા પ્રમાણમાં ખજાનો હોવાનું માની લુંટારાઓએ આ મંદિરમાં લુંટ ચલાવી હતી અને શિવલિંગ પર હથોડા અને કુહાડીના ઘા મારી શિવલિંગ તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે શિવલિંગમાં પડેલા છિદ્રો માંથી અસંખ્ય ભમરા બહાર આવ્યા અને લુંટારા ઓને ઝેરી ડંખ મારવાનું શરુ કરતા લુંટારા જીવ લઈને ભાગ્યા હતા.


ખંડિત શિવલિંગ અને મીઠા ઝરણનું રહસ્ય

આજે પણ આ લુંટારા દ્વારા ખંડિત થયેલા શિવલિંગ માં છિદ્રો જોવા મળે છે. મંદિરની આજુબાજુનો વિસ્તાર દરિયાના કારણે ખારાશ ધરાવે છે.પણ શિવલિંગ માંથી આજે પણ કુદરતી રીતે મીઠું ઝરણ વહી રહ્યું છે. અને એ ગંગાજી હોવાનું માનવામાં આવે છે.આ મંદિર માત્ર સુરત નહી પણ ભારત ભરમાંથી શિવ ભક્તો આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે.


ગાયકવાડ કાળમાં મંદિરનો જીર્ણોદ્ધાર

ગાયકવાડના સમયમાં એટલે કે ૧૭૯૫ માં પ્રથમ જયારે આ મંદિરનો જીનોદ્ધાર કરાયો ત્યારે આઠ વરસ જેટલો સમય લાગ્યો હતો.ગાયકવાડ સ્ટેટના દામાજીરાવ પીલાજીરાવને પુનાના સૂબાઓના ભયથી પેશ્વા સરકારના નથુરામ મહેતાને સિદ્ધનાથ મંદિરની જગ્યા બતાવી હતી.અને મંદિરના જીનોદ્ધાર માટે બાધા લેવડાવી હતી.

નથુરામ મહેતા અને 15 હજાર રૂપિયાની થેલી

નથુરામ મહેતા રસ્તેથી જતા હતા ત્યારે તેમને રસ્તેથી ૧૫ હજારની થેલી મળી હતી.અને મળેલા રૂપિયાથી તેમણે મંદિરના જીનોદ્ધાર પાછળ ખર્ચ્યા હતા.

જયપુર–મારવાડના શિલ્પીઓની કલાત્મક રચના

આ મંદિરના નિર્માણ માટે તે વખતે જયપુર અને મારવાડથી શિલ્પી બોલાવ્યા હતા.અને તે વખતે સિમેન્ટ ના બદલે ચીકણી માટી,પત્થર ની શીલાથી મંદિર નું નિર્માણ કરાવ્યું હતું .આજે આ મંદિર વરસો પછી પણ અડીખમ છે.અને કળીયુગમાં આસ્થા નું કેન્દ્ર બન્યું છે.


શ્રાવણ માસમાં વિશેષ ભક્તિ અને ભીડ

શ્રાવણ માસ એટલે હિન્દૂ સંસ્કૃતિનો સૌથી પવિત્ર માસ શિવ ભક્તો ખાસ કરીને શિવાલયમાં દેવધી દેવ શિવજીની પૂજા અર્ચના કરી રિજવવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે સમગ્ર ભારતના શિવાલયોમાં શિવભક્તોની ભીડ જોવા મળતી હોય છે ઓલપાડ તાલુકાના સિદ્ધનાથ મહાદેવજીની ખાસ કરીને વાત કરીએ તો અહીં લોકોની આસ્થા ખાસ જોડાયેલી છે અને સિદ્ધનાથ મહાદેવ દાદા ભક્તોની મનોકામના હરહંમેશ પૂર્ણ કરતા હોય છે.


આમતો ભોલાનાથ નામ પ્રમાણે ભોળા ભક્તો મનથી યાદ કરે અને ભગવાન શિવના આશીર્વાદ મળી જાય ત્યારે ઓલપાડના સિદ્ધનાથ મહાદેવ પણ વરસોથી ભક્તોની માનતા સિદ્ધ કરે છે. શિવ ભક્ત સિદ્ધનાથ મહાદેવ પર ભરપુર આસ્થા ધરાવે છે અને શિવ પણ ભક્તોની આસ્થા પૂર્ણ કરે છે એટલે જ કહેવાય છે કે જ્યાં જીવ ત્યાં શિવ અને જ્યાં શિવ ત્યાં જીવ.


જીવન અને મૃત્યુના દેવ એટલે મહાદેવ જે ત્રિકાળ જ્ઞાની છે અને ત્રીનેત્ર ધારી છે. શિવના ભક્તો પર હરહંમેશ શિવજીના આશીર્વાદ રહેતા હોય છે ત્યારે સિદ્ધનાથ મહાદેવ દાદા ના દર્શન કરનાર હર કોઈ શિવભક્તોની મનોકામના અહીં બિરાજમાન શિવજી પૂર્ણ કરે છે.
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top