Devpodhi Ekadashi 2026: મહત્વ, વ્રત કથા, ચાતુર્માસની શરૂઆત અને ભગવાન વિષ્ણુની યોગનિદ્રા

ingujarati
0

Devpodhi Ekadashi 2026 : હિંદુ ધર્મમાં દેવપોઢી એકાદશી (Devpodhi Ekadashi) અને Ekadashi Vratનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. વર્ષ દરમિયાન કુલ ચોવીસ એકાદશી આવે છે, પરંતુ જ્યારે અધિક માસ (Adhik Maas) આવે છે ત્યારે તેની સંખ્યા વધીને છવીસ થઈ જાય છે. અષાઢ મહિનાની સુદ પક્ષની એકાદશીને દેવપોઢી એકાદશી (Devshayani Ekadashi) તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક સ્થળોએ તેને પદ્મનાભ એકાદશી(Padmanabha Ekadashi) પણ કહેવામાં આવે છે.


Devpodhi Ekadashi 2026 | AI Photo

ધાર્મિક માન્યતા મુજબ આ દિવસથી ભગવાન શ્રીહરી વિષ્ણુ (Lord Vishnu) ક્ષીર સાગરમાં યોગનિદ્રામાં પ્રવેશ કરે છે. આ દિવસથી ચાતુર્માસનો(Chaturmas) પ્રારંભ થાય છે. ભવિષ્ય પુરાણ(Bhavishya Purana), પદ્મ પુરાણ(Padma Purana) તથા શ્રીમદ ભાગવત પુરાણ(Shrimad Bhagavat Purana) અનુસાર આ સમયને હરિશયન(Hari Shayani period) અથવા યોગનિદ્રા(Yoga Nidra of Lord Vishnu) તરીકે ઓળખવામાં આવે છે.


લગભગ ચાર મહિના પછી જ્યારે સૂર્ય તુલા રાશિમાં(Tula Rashi)પ્રવેશ કરે છે, ત્યારે ભગવાનને જગાડવામાં આવે છે. તે દિવસને દેવઉઠી એકાદશી(Dev Uthani Ekadashi) અથવા Prabodhini Ekadashi કહેવામાં આવે છે. દેવપોઢી એકાદશી અને દેવઉઠી એકાદશી વચ્ચેના સમયને ચાતુર્માસ કહેવાય છે.


પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુ (Lord Vishnu) આ દિવસથી ચાર મહિના માટે પાતાળમાં રાજા બલિના દ્વાર પર નિવાસ કરે છે અને કાર્તિક મહિનાની સુદ પક્ષની એકાદશીએ ફરીથી પાછા આવે છે. આ પ્રસંગને દેવપોઢી એકાદશી અથવા કાર્તિક સુદ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ સમય દરમિયાન યજ્ઞોપવિત સંસ્કાર, લગ્ન પ્રસંગ, દીક્ષા ગ્રહણ, યજ્ઞ, ગૃહપ્રવેશ અને સ્થાપના જેવા શુભ કાર્ય કરવામાં આવતા નથી.


રાજા બલિ અને ભગવાન વિષ્ણુની કથા (King Bali and Vamana Avatar Story)

ધાર્મિક શાસ્ત્રો મુજબ અષાઢ સુદ એકાદશીના દિવસે શંખાસુર નામનો દૈત્ય(Shankhasura demon)નો નાશ થયો હતો. ત્યારથી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી યોગનિદ્રામાં રહે છે અને કાર્તિક સુદ એકાદશીના દિવસે જાગે છે.


પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુએ વામન અવતાર(Vamana Avatar) ધારણ કરીને દૈત્ય રાજા બલિના યજ્ઞમાં ત્રણ પગ જમીન દાન રૂપે માંગી હતી. ભગવાને પહેલા પગમાં આખી પૃથ્વી અને આકાશ આવરી લીધું, બીજા પગમાં સમગ્ર સ્વર્ગ લોક લઈ લીધો. ત્યારબાદ ત્રીજા પગ માટે રાજા બલિએ પોતાનું માથું અર્પણ કર્યું.


રાજા બલિના આ મહાદાનથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેને પાતાળ લોકનો રાજા બનાવ્યો. રાજા બલિએ ભગવાનને પોતાના મહેલમાં નિવાસ કરવાની વિનંતી કરી. ત્યારથી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી પાતાળમાં નિવાસ કરે છે એવી માન્યતા છે.


રાજા માંધાતા સાથે જોડાયેલી કથા (Story of King Mandhata)

દેવપોઢી એકાદશી સાથે એક બીજી રસપ્રદ કથા પણ જોડાયેલી છે. સત્યયુગમાં માંધાતા નામના એક પરાક્રમી રાજા હતા. તેમના રાજ્યમાં પ્રજા ખૂબ સુખી હતી, પરંતુ એક સમયે રાજ્યમાં ભયંકર દુષ્કાળ પડ્યો. ત્રણ વર્ષ સુધી વરસાદ ન પડતા પ્રજાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.


આ સમસ્યાનો ઉકેલ મેળવવા રાજા જંગલમાં ઋષિ અંગિરાના આશ્રમમાં ગયા. રાજાએ ઋષિને વિનંતી કરી કે તેમના રાજ્યમાં પડેલા દુષ્કાળનું કારણ અને ઉપાય જણાવે.


ઋષિ અંગિરાએ જણાવ્યું કે અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કરવાથી દુષ્કાળમાંથી મુક્તિ મળી શકે છે. રાજાએ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કર્યું અને ભગવાન વિષ્ણુની કૃપાથી તેમના રાજ્યમાં ફરી વરસાદ પડવા લાગ્યો.



દેવપોઢી એકાદશીનું મહત્વ (Importance of Devpodhi Ekadashi)

બ્રહ્મ વૈવર્ત પુરાણમાં(Brahma Vaivarta Purana) દેવપોઢી એકાદશીનું(Devpodhi Ekadashi importance) ખૂબ વિશેષ જણાવવામાં આવ્યું છે. આ Ekadashi Vrat કરવાથી મનુષ્યની તમામ મનોકામનાઓ (Manokamna) પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

આ રીતે દેવપોઢી એકાદશી હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.


આ પણ વાંચો : ચૈત્રી નવરાત્રી 2026 તારીખ, મહત્વ, પૂજા વિધિ, વ્રત નિયમ અને નવદુર્ગાના 9 સ્વરૂપ

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top