ઘણા લોકો જ્યારે Personal Loan માટે અરજી કરે છે ત્યારે બેંક લોન રિજેક્ટ કરી દે છે. સેલેરી સારી હોવા છતાં લોન ન મળવી ચોંકાવનારી બાબત છે. પરંતુ બેંક માત્ર તમારી આવક જ નહીં, પરંતુ તમારી સંપૂર્ણ ફાઇનાન્સિયલ પ્રોફાઇલ ચકાસે છે. જો તમારું પણ પર્સનલ લોન અટક્યું છે, તો પાછળ આ 5 મુખ્ય કારણો હોઈ શકે છે.
![]() |
| personal-loan-reject-reasons-and-solution-gujarati |
ક્રેડિટ હિસ્ટ્રી નબળી અથવા અધૂરી હોવી
બેંક માટે માત્ર ડિફોલ્ટ ન હોવું પૂરતું નથી.
-
તમે ક્યારેય લોન કે ક્રેડિટ કાર્ડ લીધું નથી, તો તમારી ચુકવણી ક્ષમતા સાબિત થતી નથી.
-
તાજેતરમાં EMI મોડું ભર્યું હોય અથવા લોન ‘Settled’ કરાવ્યું હોય તો તે નકારાત્મક સંકેત છે.
-
બેંક ખાસ કરીને તાજેતરના રેકોર્ડ પર વધુ ધ્યાન આપે છે.
સેલેરી સારી છે, પણ ખર્ચા વધારે છે.
બેંક તમારી કુલ આવક નહીં, પરંતુ મહિનાના અંતે બચેલી રકમ જોવે છે.
-
હોમ લોન EMI
-
કાર લોન
-
બાળકોની ફી
-
BNPL (Buy Now Pay Later) બાકી રકમ
જો મોટાભાગની આવક પહેલેથી જ EMIમાં જઈ રહી હોય, તો નવી EMI તમારા માટે જોખમ બની શકે છે.
Read More : EPFOએ 8.25% વ્યાજ રાખ્યું યથાવત, જાણો ક્યારે થશે ખાતામાં ક્રેડિટ
ક્રેડિટ કાર્ડની સંપૂર્ણ લિમિટ વાપરવી
દર મહિને ક્રેડિટ કાર્ડની સંપૂર્ણ લિમિટ વાપરવી બેંક માટે નકારાત્મક સંકેત છે.
-
તેને “High Credit Utilization” કહેવાય છે.
-
બેંક માને છે કે તમે આવક કરતાં વધારે ખર્ચ કરી રહ્યા છો.
-
આ ભવિષ્યમાં EMI ચુકવવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે.
નોકરીમાં અસ્થિરતા
Personal Loan એક Unsecured Loan છે, એટલે કોઈ ગીરવી રાખવાની જરૂર નથી.
-
વારંવાર નોકરી બદલવી
-
લાંબો બ્રેક લેવો
-
પ્રોબેશન પિરિયડમાં હોવું
-
ફ્રીલાન્સ અથવા અસ્થિર આવક
બેંક માટે સ્થિર આવક ધરાવતો વ્યક્તિ વધુ વિશ્વસનીય ગણાય છે.
એક સાથે ઘણા બેંકમાં અરજી કરવી
એક બેંકમાંથી લોન રિજેક્ટ થતાં જ ઘણી બેંકમાં અરજી કરવી મોટી ભૂલ છે.
-
દરેક અરજી સાથે CIBIL રિપોર્ટમાં “Hard Inquiry” નોંધાય છે.
-
વધુ Inquiry “Credit Hungry Behaviour” બતાવે છે.
-
CIBIL સ્કોર ઘટી શકે છે.
લોન મંજૂર કરાવવા શું કરવું?
- ક્રેડિટ કાર્ડ બાકી રકમ ઓછી રાખો
- EMI અને ખર્ચા કાબૂમાં રાખો
- એક વાર રિજેક્ટ થયા પછી તરત બીજી અરજી ન કરો
- સ્થિર નોકરી અને આવક જાળવો
- CIBIL સ્કોર 750થી ઉપર રાખવાનો પ્રયાસ કરો
Personal Loan તમારી સેલેરીનો નહીં, પણ તમારા ફાઇનાન્સિયલ મેનેજમેન્ટનો ટેસ્ટ છે. સ્થિર અને સંયમિત નાણાકીય પ્રોફાઇલ બેંકને સૌથી વધુ પસંદ પડે છે.
