Home Loan EMI Miss : Home Loan લાંબા સમયની જવાબદારી છે. ઘણી વખત સેલેરી મોડે આવે, મેડિકલ ઇમરજન્સી આવે અથવા કોઈ આર્થિક મુશ્કેલી હોય તો EMI સમય પર ભરવી મુશ્કેલ બને છે.
EMI ની તારીખ પસાર થાય એટલે ઘણા લોકો ડરી જાય છે,
- શું બેંક ડિફોલ્ટર જાહેર કરશે?
- શું CIBIL સ્કોર ખરાબ થશે?
- શું બેંક ઘર પર કબજો કરશે?
ચાલો સરળ ભાષામાં સમજીએ.
![]() |
| home-loan-emi-miss-thay-to-shu-karvu-in-gujarati |
EMI ની તારીખ પસાર થાય પછી શું થાય?
જેમજ EMI ની Due Date પસાર થાય છે, બેંક તમારા લોન એકાઉન્ટને “Overdue” તરીકે માર્ક કરે છે.
તે પછી:
-
SMS અને Email આવશે
-
બેંકની ટીમ ફોન કરી શકે
-
Late Payment Fee લાગી શકે
ધ્યાન રાખો : થોડું દંડ (Penalty) અને વ્યાજ વધે છે, પણ તરત કોઈ મોટી કાર્યવાહી થતી નથી.
શું CIBIL સ્કોર તરત ખરાબ થાય?
ઘણા લોકો માને છે કે એક દિવસ મોડું થાય એટલે CIBIL સ્કોર ઘટી જાય છે. પરંતુ આવું હંમેશા નથી થતું.
સામાન્ય રીતે:
-
30 દિવસથી વધુ મોડું થાય ત્યારે જ બેંક CIBIL ને રિપોર્ટ કરે છે.
-
જો તમે 30 દિવસ પહેલા EMI ભરી દો, તો સ્કોર પર ખાસ અસર નહીં પડે.
પરંતુ વારંવાર EMI મિસ કરશો તો સ્કોર ચોક્કસ ઘટશે.
શું બેંક ઘર પર કબજો કરી શકે?
ના.
એક EMI મિસ થાય એટલે બેંક ઘર પર કબજો નથી કરતી.
RBI ના નિયમ મુજબ:
-
90 દિવસ (3 મહિના) સુધી સતત EMI ન ભરાય તો જ લોન NPA ગણાય.
-
એક કે બે EMI મિસ થાય તો કાનૂની કાર્યવાહી થતી નથી.
તેથી ડરવાની જરૂર નથી.
EMI મિસ થાય તો શું કરવું?
- બેંક સાથે વાત કરો
ફોન અવગણશો નહીં. તમારી સ્થિતિ સમજાવો.
- જલ્દીથી પેમેન્ટ કરો
પૈસા મળે ત્યારે Penalty સાથે EMI ભરી દો.
- Auto Debit ચેક કરો
ઘણી વાર ખાતામાં પૈસા હોવા છતાં ટેક્નિકલ કારણથી EMI કટતી નથી.
મહત્વની વાત
Home Loan EMI મિસ થવી ગુનો નથી. પણ તેને ગંભીરતાથી લો.
- બેંક સાથે સંપર્કમાં રહો
- સમયસર બાકી રકમ ભરો
- તમારા CIBIL સ્કોર પર નજર રાખો. સમજદારીથી કામ લેશો તો તમારું ઘર અને ક્રેડિટ બંને સુરક્ષિત રહેશે.
