તબલા – Tabla Information in Gujarati

Tabla Information in Gujarati તબલા (હિંદી: तबला; તેલુગુ: తబలా; ઉર્દુ: تبلہ; આંગ્રેજી: tabla) એ ભારતીય સંગીતનું ખુબ પ્રચલિત તાલવાદ્ય છે. તબલા શબ્દ અરબી ભાષામાંથી લેવામાં આવેલો છે જેનો સરળ અર્થ ‘ઢોલ’ ગણી શકાય.

તબલાના ઇતિહાસ વિષે ઘણાં મત-મતાંતરો પ્રવર્તે છે. સૌથી પ્રચલિત ઐતિહાસિક પુરાવા મુજબ ૧૩મી શતાબ્દીમાં તબલાની શોધ ભારતીય કવિ અમીર ખુશરોએ પખવાજના બે ટુકડા કરીને કરી હોવાનુ માનવામાં આવે છે. આમ છતાં, તેમના સંગીત વિશેના લખણોમાં ક્યાંય પણ ઢોલનો ઉલ્લેખ (સિતારનો ઉલ્લેખ પણ) જોવા મળતો નથી.

Tabla Information in Gujarati

તબલા – Tabla Information in Gujarati

અન્ય માન્યતા મુજબ તબલાની શોધ હજારો વર્ષ પૂર્વે થઇ હોવાનું મનાય છે, આમ છતાં આ માન્યતા પુરાતન ચિત્રો પરથી ફક્ત એક અટકળ હોઇ શકે. વિશ્વાસપાત્ર ઐતિહાસિક પુરાવા મુજબ દિલ્હીમાં ૧૮મી શતાબ્દિના આધુનિક તબલા વાદક ઉસ્તાદ સુધાર ખાન ગણાય છે.

ઘરાના શબ્દ ગુરુ શિષ્ય પરંપરા કે જેમાં ખાસ પ્રકારની શૈલિની તાલીમ આપવામા આવતી હોય તેને માટે વપરાય છે. વિદ્વાન તબલા વાદકો મુળતઃ બે પ્રકારના તબલા ઘરાનામાંથી જોવા મળે છે; ‘દિલ્લી બાજ’ અને ‘પૂર્વી બાજ’. જે શૈલી દિલ્હીમાં શોધાઈ તે દિલ્લી બાજ તરીકે ઓળખવામાં આવી. સમયાંતરે તે મુખ્યત્વે છ ઘરાનાઓમાં વિભાજીત થઈ.

  • દિલ્લી ઘરાના
  • લખનવી ઘરાના
  • અજરારા ઘરાના
  • ફારુખાબાદ ઘરાના
  • બનારસ ઘરાના
  • પંજાબ ઘરાના

આ ઉપરાંત, અન્ય વાદકો ઘરાનાઓની પેટા-વંશાવલી કે પેટા-શૈલીઓને લીધે નવા ઘરાના હોવાનો દાવો કરી શકે છે પરંતુ તેઓને એટલી પ્રસિદ્ધિ મળી નથી. દા.ત. પંજાબની કસુર વંશાવળી. દરેક ઘરાના પરંપરાગત રીતે પોતાના વિશિષ્ટ સ્વર-બંધારણ અને દ્યોતક સ્વરો (exponents)ને વગાડવાની રીત માટે પોતાની આગવી ઓળખ ધરાવતા હોય છે. ઉ.દા. અમૂક ઘરાનામાં તબલા ગોઠવવાની રીત કે બોલનું જુદુ કૌશલ્ય જોવા મળે છે.

પ્રાચીન કાળમાં જ્યારે આ કળાઓને રાજ દરબાર તરફથી સંરક્ષણ કે સાલિયાણું મળતું તે સમયે પ્રાયોજક દરબારની ગરિમાને જાળવવા આ ઘરાનાઓનો ફરક કરાયો હતો. આ ઘરાનાની ખૂબીઓને અત્યંત ગુપ્ત રખાતી અને વધુ પડતી રીતે તે વંશપરંપરાગત રીતે એક પેઢીથી બીજી પેઢીમાં જતી. મોટેભાગે બહારના વ્યક્તિએ આ ઘરાનાનું જ્ઞાન મેળવવા આ ઘરાનાના કુટુંબ સાથે કૌટુંબીક સંબંધે જોડાવું એ જ આ ઘરાનાથી જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ હતો.

આજે આ ઘરાનાઓનો ફરક ભૂંસાતો લાગે છે કેમકે માહિતીનું મુક્ત રીતે આદાન પ્રદાન થતું રહે છે. નવી પેઢીના કલાકારો એ વિવિધ ઘરાનાની ખાસ ખૂબીઓને પોતાની કલામાં ભેળવી એક આગવી શૈલિને જન્મ આપ્યો છે. આજના જમાનાના કલાકારો પર ઘરાનાનો ખ્યાલ બંધ બેસે છે કે કેમ તે એક ચર્ચાનો વિષય છે. અમુક લોકો વિચારે છે કે ઘરાનાની સંસ્કૃતિ હવે નામશેષ થઈ ગઈ છે, શૈલીઓની મેળવણી અને સખત તાલિમ દ્વારા કુળની આગવી શૈલી જાળવી રાખવનું હવે સામાજિક અને આર્થિક દૃષ્ટિએ કપરું છે. તેમ છતાં પણ આજે તે ઘરાનાનું પરંપરાગત સાહિત્ય વાંચીને કે તેમની રેકોર્ડીંગ સાંભળીને આ ઘરાનાના મહાન સંગીતને જાણી શકાય છે. પરંપરાગત રીતે તાલીમ પામેલા આજના કલાકારો પણ પરંપરાગત પરિકલ્પનાનું ઊંડુ જ્ઞાન અને અનુભવ ધરાવે છે.

આ સંગીત ગૂંથણનું જ્ઞાન અને સૈદ્ધાંતિક આધાર આજે પણ આપણને જણાવે છે આ પ્રકારે જ્ઞાન આજે પણ શિક્ષક અને વિદ્યાર્થીને આખા વિશ્વમાં અપાય છે. આ વાદ્ય સિવાય પણ તબલા શબ્દનો ઉપયોગ આ જ્ઞાન અને તેના વહેણના સંદર્ભે પણ થાય છે. નાનું તબલું જેને પ્રધાન હાથ વડે વગાડાય છે, તેને ક્યારેક દાયાં ( જમણું, દાહિના, સીધા, ચત્તું) તરીકે ઓળખાય છે પણ ખરેખર તેને જ “તબલા” કહેવાય છે. તે મોટેભાગે સીસમ, સાગ, રોઝવુડ (ગુજરાતી નામ આપશો)ના શંકુ આકારના ખોલ માંથી બનેલું હોય છે જેને તેની લગભગ અડધી ઉંડાઈ સુધી કોતરીને પોલું બનાવેલું હોય છે. આની બનાવટમાં ઉત્તમ પ્રકારનું કોઈ લાકડું હોય તો તે છે વિદેસાલ જેનો ઉપયોગ સારંગી બનાવવામાં થાય છે, પણ આધુનિક સમયમાં તેની ઉણપ અને અન્ય લાકડાંની સુલભતાને લીધે તે જ વપરાય છે. ખોલપરના એક મૂળ સૂરને કોઈ એક ખાસ સૂર સાથે સુસંગત કરાય છે આમ તે સૂરાવલી પૂરી કરાય છે. આમાં વપરાતી લયની મર્યાદા હોવાને લીધે વિવિધ પ્રકારના લય વિસ્તાર સાથે જુદા જુદા તબલા બનાવાય છે. ગાયક સાથે લય મેળવવા માટે તેને ગાયકના ઉચ્ચ, મધ્યમ કે નિમ્ન સૂર સાથે સુસંગતતા કેળવવા દાંયાની પણ લય બદલવી પડે છે. ડુગ્ગી કરતાં તબલાની સ્વર તિવ્રતા અધિક હોય છે.

બીજા હાથે વગાડાતા ગોળ મોટાં ઢોલકાને બાંયા(ડાબું, ડગ્ગા, ડુગ્ગી કે ધામા) કહે છે. બાંયા ઘણાં પ્રકારના પદાર્થથી બનાવાય છે. પીત્તળ એકદમ સર્વ સામાન્ય છે; તાંબુ જો કે મોંધું પડે છે પણ સર્વોત્તમ મનાય છે, અને એલ્યુમિનીયમ અને સ્ટીલ સસ્સ્તી બનાવટોમાં વપરાય છે. ક્યારેક આ માટે લાકડું પણ વપરાયેલું જોવામળે છે ખાસ કરીને પંજાબમાં વપરાયેલા પ્રાચીન તબલામાં. માટી પણ ક્યારેક વપરાઈ છે, જોકે તકલાદીપણા ને કારણે તેને ઓછી પસંદ કરાય છે; માટીનો ઉપયોગ ઈશાન ભારત અને બંગાળમાં જોવા મળે છે. બાયાંનો ઘણો ઊંડો નીચેનો ઘેરો સૂર હોય છે, અને તે એના દૂરના પિતરાઈ કીટલી ડ્રમ જેવો હોય છે.

આ વાદ્યને વગાડવામાં બંને હાથની આંગળી અને હથેળીઓનો પ્રચુર ઉપયોગ કરાય છે જેના ઉપયોગ દ્વારા વિવિધ પ્રકારના ધ્વનિ ઉત્પન્ન કરી શકાય છે; આને સ્મરણ શબ્દાવલીમાં પ્રત્યાધાતિત કરાય છે જેને બોલ કહે છે. બાયાં પર હથેળી દ્વારા દબાણ આપીને કે હથેળીના સરકતા હલનચલન વડે વિવિધ પ્રકારના ધ્વની ઉત્પન કરાય છે આમ કરવાથી ધ્વનીના ઉદ્ગમ સાથે સાથે તેની તીવ્રતા બદલાયા કરે છે. આમ ઘેરા સૂર ઉત્ત્પન્ન કરતા બાંયા દ્વારા તાલને પરિવર્તનશીલ રીતે ઉત્પન્ન કરી શકવાની સુવિધા અને વિવિધ પ્રકારના બોલ ઉત્ત્પન કરી શકવાની ક્ષમતા તબલાને તાલ વાદ્યોની શ્રેણીમાં એક અનોખું સ્થાન આપે છે. આમાં ઉત્ત્પન્ન કરી શકાતા વિવિધ ધ્વનિઓને કારણે તબલાવાદનને એક અઘરી કળા મનાય છે. આંગળીઓ નિયત સ્થળેથી થોડી દૂર પડતાં આખો તાલ બદલાઈ જાય છે.

આ બંને ઢોલના મુખ બકરીના ચામડામાંથી બનેલા પડદા(પૂરી) દ્વારા ઢંકાયેલા હોય છે. ગાય ભારત્માં પવિત્ર પ્રાણી મનાતી હોવાથી તેનું ચામડું આહીં વપરાતું નથી. મુખ્ય ચામડાં પર એક બાહ્ય ચામડું લાગાડાય છે જેને કિનાર કહે છે. આનેલીધે આમુક પ્રાકૃતિક રીતે ઉત્પન્ન થતી ન ખપતીની ઉપ ધ્વની નાશ પામે છે. આ બનં ચામડાને એક અટપટી રીતે વણેલી એક દોરી વડે બંધાય છે જે તે ચર્મ પડદાને પુરતી તાણ આપે છે. આ તૈયાર થયેલ ભાગને નળાકાર સાથે એક અખંડ બકરી કે ઊંટની ખાલ ના પટ્ટા વડે એક વર્તુંળાકાર કળી વડે બંધાય છે. આ પટ્ટાને પુરતા પ્રમાણમાં તાણ આપી બાંધી દેવાય છે. વધારામાં, નળાકાર લાકડાંના ટુકડા,જેને ગટ્ટા કહે છે, તેને પટ્ટા વચ્ચે ઘુસાડીને ખેંચના પ્રમાણ ની વધઘટ કરવાની વ્ય્વસ્થા આમાં મુકાય છે. એક નાનકડી હથોડીથીએ કિનારને ઠોકીને ધ્વની માં સૂક્ષ્મ ફેરેફાર કરી શકાય છે.

આ બંને ચામડાના ધ્વની પટલ પર સ્યાહી, શાહી કે ગાબ તરીકે ઓળખાતી એક આંતરીક કાળા રંગની ચક્તિ હોય છે. આને ચોખાનો ઝીણો લોટ અને અન્ય ઘણાં કાળા પદાર્થોને મિશ્ર કરી તેની એક પર એક ઘણી પરત ચઢાવીને બનાવાય છે. આ ચક્તિનું સ્થાન અને આકાર તબલાના પ્રાકૃતિક ઉપ ધ્વનિને સુધારે છે અને તેથી તબલાનો ધ્વનિ સાફ આવે છે અને અન્ય ધ્વનિ ઉત્પન્ન કરવામાં મદદ પણ મળે છે. આ ભાગના નિર્માણ માટે ખાસ કૌશલ જોઈએ છે અને તબલાની ગુણવત્તા નક્કી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ભાગબું વજન પણ તબલામાં ઉત્ત્પન્ન થતી ધ્વની માટે જવાબ દાર છે. આ કાળા ચક્તા વગર તબલામાં ઉત્પન્ન થતી વિવિધ ધ્વનિની આટલી વિવિધતા શકય ન હોત.

વગાડતી વખતે તબકા સ્થિર રહે તે માટે દરેક તબલાને ઈંઢોણી જેવા ભાગ પર મુકાય છે જેને ચુટ્ટા કે ગદ્દી કહે છે. તે રેશા ઘાસ આ દિ માંથી બનેલ હોય છે અને તેને કપડાં દ્વારા મઢી લેવાયેલી હોય છે. ક્યારેક કપડાંના ચીથરાને વાંસ કે અન્ય લાકડાની કડી ઉપર મઢી ને સુંદર કપડાં વડે ઢાંકી દેવાય છે.Share: 10

Leave a Comment