કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન – Kaziranga National Park Information in Gujarati

Kaziranga National Park Information in Gujarati કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન (આસામીઝ: কাজিৰঙা ৰাষ্ট্ৰীয় উদ্যান) ભારતના આસામ રાજ્યના ગોલાઘાટ અને નાગાંવ જિલ્લામાં આવેલ છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનને વિશ્વ ધરોહર સ્થળ તરિકે ઘોષિત કરવામાં આવ્યું છે. ભારતીય ગેંડા પ્રજાતિના બે તૃતિયાંશ ગેંડાઓ અહીં રહે છે. સુરક્ષીત ક્ષેત્રોમાં વાઘની વસ્તીની સૌથી વધારે ગીચતા કાઝીરંગામાં છે અને તેને ૨૦૦૬માં વાઘ અભયારણ્ય જાહેર કરાયું છે. આ ઉદ્યાન એશિયાઈ હાથી, પાણીની જંગલી ભેંસ અને સાબર (બારાસીંઘા)નું ઘર છે. બર્ડ લાઈફ ઈંટરનેશનલ દ્વારા કાઝીરંગાને પક્ષીઓના સંરક્ષણ માટે મહત્ત્વપૂર્ણ સ્થળ જાહેર કર્યું છે. ભારતનાં અન્ય અભયારણ્યોની તુલનામાં કાઝીરંગાએ વન્ય જીવન સંરક્ષણમાં વધુ સફળતા મેળવી છે. પૂર્વી હિમાલયના કિનારે જૈવિક વિવિધતા ભરેલા આ ક્ષેત્રમાં વન્ય જીવનની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે.

Kaziranga National Park Information in Gujarati

કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન – Kaziranga National Park Information in Gujarati

કાઝીરંગા એક વિશાળ કલળવાળું ક્ષેત્ર છે જેમાં ઊંચા ઊંચા હાથી ઘાસ ઉગે છે. આ એક ગીચ પહોળા પાંદડાઓ વાળા જંગલોનું ક્ષેત્ર છે. એકબીજાને છેદતી ચાર મુખ્ય નદીઓ અહીંથી વહે છે જેમાની એક બ્રહ્મપુત્રા છે. આ ઉપરાંત બીલ તરીકે ઓળખાતા નાના તળાવો પણ છે. ઘણાં પુસ્તકો, ગીતો અને દસ્તાવેજી ચિત્રોનો વિષય કાઝીરંગા રહી ચુક્યું છે. ૧૯૦૫માં અભયારણ્ય ઘોષીત આ ઉદ્યાને ૨૦૦૫માં પોતાની ૧૦૦મી વર્ષગાંઠ ઉજવી.

કાઝીરંગાના એક સંરક્ષિત ક્ષેત્ર તરીકેનો ઇતિહાસ ૧૯૦૪ સુધી મળે છે જ્યારે મેરી વિક્ટોરિયા લીઇટર કર્ઝન, ભારતના ગવર્નર જનરલ કે ભારતના વાઈસરોય જ્યોર્જ કર્ઝન ના પત્ની એ ભારતની મુલાકાત લીધી હતી [૩] તેઓ ગેંડાઓ માટે પ્રસિદ્ધ આક્ષેત્રની મુલાકાત લીધી પણ તેમને એક પણ ગેંડો જોવા ન મળ્યો ત્યારે તેમણે પોતાના પતિને આ લુપ્ત પ્રાયઃ થતી આ પ્રજાતિ ના સંરક્ષણ માટે તત્કાલીક પગલાં લેવા સૂચન કર્યું. તેમની વાત માની જ્યોર્જ કર્ઝને ગેંડાના સંરક્ષણ માટે પગલાં લીધા અને તે માટે પ્રબંધન કર્યું.

આગળના ત્રણ વર્ષો સુધી આ ઉદ્યાન ના ક્ષેત્રને બ્ર્હ્મપુત્રા નદીના કિનારા સુધી ૧૫૨ ચો. કિમી. જેટલો વિસ્તારવામાં આવ્યો.[૬] ૧૯૦૮માં, કાઝીરંગાનેઆરક્ષિત જંગલ જાહેર કરાયું. ૧૯૧૬માં, તેને આખેટ (શિકાર) ક્ષેત્ર જાહેર કરાયું; તે આરીતે ૧૯૩૮ સુધી રહ્યું. ૧૯૩૮ માં ત્યાં શિકાર પર પાબંદી મુકવામાં આવી અને મુલાકાતીઓ ને તેમાં પ્રવેશ ની છૂટ અપાઈ.[૬]

૧૯૫૦માં પી.ડી. સ્ટ્રેસી નામના વન્ય સંરક્ષક અદ્વારા કાઝીરંગા આખેટ ક્ષેત્રને શિકારના ઓછાયાથી દૂર કરતું કાઝીરંગા વન્યજીવન અભયાઅરણ્ય નામ અપાવ્યું ૧૯૫૪માં, આસામની સરકારે આસામ ગેંડા કાયદો પસાર કર્યો, જેની નીચે ગેંડાના શિકાર પર ભારી દંડ મુકવામાં આવ્યો. ૧૪ વર્ષ પછી, ૧૯૬૮માં, રાજ્ય સરકારે ‘આસામ રાષ્ટ્રીય ઉદ્યાન કાયદો ૧૯૬૮’, પારીત કર્યો અને કઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરાયો. ૧૧ ફેબ્રુઆરી ૧૯૭૪માં કેન્દ્ર સરકાર દ્વારા ૪૩૦ ચો કિમીમાં ફેલાયેલા આ ક્ષેત્રને આધિકારીક રીતે રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરાયું. ૧૯૮૫માં, કાઝીરંગાને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરાયું.

નજીકના જ ભૂતકાળમાં કાઝીરંગાએ ઘણી માનવ નિર્મિત અને પ્રાકૃતિક આફતો નો સામનો કર્યો છે. બ્રહ્મપુત્રામાં આવેલા પુરને કારણે ઘણા મોટા પ્રાણીજીવનને હાનિ પહોંચી છે. માનવ વસાહતો દ્વારા ઉદ્યાનના સીમા ક્ષેત્રોમાં અતિક્રમણ થતાં વન ક્ષેત્રોમાં ઘટાડો આવ્યો છે અને પ્રાણીઓનો વસવાટ ક્ષેત્ર ઘટ્યો છે. આસામ ક્ષેત્રમાં યુનાયટેડ લીબરેશન ફ્રંટ ઓફ અસોમ દ્વારા ચાલતા ભાગલાવાદી આંદોલનને કારણે આ ક્ષેત્રનો આર્થિક વિકાસ રુંધાઈ ગયો છે.

આ ઉદ્યાને ૨૦૦૫માં ઘણાં ઠાઠ માઠ થી પોતાની શતાબ્દી ઉજવી જેમાં બેરોનેસ ઓફ લોર્ડ કર્ઝન ના વારસદારો એ પણ ભાગ લીધો હતો. ૨૦૦૭માં, હાથીઓ અને બે ગેંડાઓને માનસ રાષ્ટ્રીય ઉદ્યાનમાં સ્થાનાંતરીત કરાયા. આવું ભારતમાં પ્રથમ વખત કરાયું.Share: 10

Leave a Comment