જગદીશચંદ્ર બોઝ – Jagdish Chandra Bose Information in Gujarati

Jagdish Chandra Bose Information in Gujarati જગદીશચંદ્ર બોઝ ( ત્રીસમી નવેમ્બર, ૧૮૫૮— ત્રેવીસમી નવેમ્બર,૧૯૩૭) પોતાના સમયના અગ્રતમ ભૌતિકશાસ્ત્રીમાંના એક હતાં. તેઓ કોલકાતા શહેરમાં આવેલી પ્રેસિડેન્સી યુનિવર્સીટી ખાતે ભૌતિકશાસ્ત્રી હતાં. માઇક્રોવેવનો અભ્યાસ કરનાર તેઓ પ્રથમ વૈજ્ઞાનિક હતાં. કેસ્કોગ્રાફ, રેઝોનન્સ, રેકોર્ડર વગેરે ની શોધ કરી વનસ્પતિમાં માનવીની માફક સંવેદના હોય છે તે સાબિત કરી આખા જગત ને આંજી નાખ્યું.

એ ભારતીયનું નામ એટલું જાણીતું નથી, પરંતુ વાયરલેસ સંચારના વિકાસમાં તેમનું યોગદાન પાયાનું હતું.

1897માં ઇટાલિયન ઇજનેર ગિએર્મો માર્કોનીએ પ્રથમ રેડિયો સંકેતનું ટ્રાન્સમિશન કર્યું હતું. યૂકેના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા વૅલ્સમાં આ ઐતિહાસિક પ્રયોગ થયો હતો.

Jagdish Chandra Bose Information in Gujarati

જગદીશચંદ્ર બોઝ – Jagdish Chandra Bose Information in Gujarati

સૌથી પહેલો સંદેશો “કેન યુ હિઅર મી?” (શું તમે મને સાંભળી શકો છો?) હતો, જે માર્કોનીએ મોર્સ કોડમાં મોકલ્યો હતો.

થોડા સમય પછી તેમને સામે છેડેથી જવાબ મળ્યો, “યસ, લાઉડ અને ક્લિયર” (હા, મોટેથી અને સ્પષ્ટ રીતે).

પરંતુ આ માટે ભારતીય ભૌતિકશાસ્ત્રી, વનસ્પતિશાસ્ત્રી અને જીવવિજ્ઞાની જગદીશચંદ્ર બોઝનું કરેલું કામ કારણભૂત હતું.

અમેરિકન પ્રકાશન ‘ક્વાર્ટઝે’ કોલકત્તા (તત્કાલીન કલકત્તા)માં ભૌતિકશાસ્ત્રી દ્વારા હાથ ધરાયેલા એક જાહેર પ્રયોગને ટાંક્યો હતો.

જેમાં તેમણે દર્શાવ્યું હતું કે કઈ રીતે વિદ્યુતચુંબકીય તરંગો કેવી રીતે દિવાલોને પાર કરીને બેલ વગાડી શકે છે.

યૂકેની ઓપન યુનિવર્સિટીની વેબસાઇટ અનુસાર, “તેમને રેડિયો વિજ્ઞાનના પિતા માનવામાં આવે છે, કારણ કે 1895માં વિદ્યુતચુંબકીય તરંગો પ્રસારિત કરનાર પહેલા વ્યક્તિ હતા.

“પરંતુ બોઝે તેમની શોધને પેટન્ટ નહોતી મેળવી, થોડા વર્ષો બાદ માર્કોનીએ તેની પેટન્ટ મેળવી.”

કેટલાક લોકો માને છે કે ઇટાલિયન સંશોધક માર્કોનીએ તેમની શોધ માટે બોઝના પ્રયોગોનો આધાર લીધો હતો.

અમેરિકન પ્રકાશન ‘નેશનલ જિયોગ્રાફિક’ મુજબ, બોઝ નફા માટે વિજ્ઞાનના વિકાસના વિચાર સાથે સહમત ન હતા. એટલે જ તેમણે તેમની શોધોની પેટન્ટ્સ નોંધાવી નહોતી.

‘નેશનલ જિયોગ્રાફિક’ના જણાવ્યા મુજબ, બોઝે તેમના એક મિત્રને 1913માં કહ્યું હતું “તમે અમેરિકામાં પૈસાનો લોભ જોયો હશે અને વધુ પડતી પૈસાની તીવ્રેચ્છા બધું જ બગાડે છે.”Share: 10

1 thought on “જગદીશચંદ્ર બોઝ – Jagdish Chandra Bose Information in Gujarati”

Leave a Comment